Site icon

રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલાયું, હવે અમૃત ઉદ્યાનના નામથી ઓળખાશે…

રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત મુઘલ ગાર્ડનનું નામ હવે બદલાઈ ગયું છે. તે હવે અમૃત ઉદ્યાનના નામથી ઓળખાશે. આ બગીચાની વિશેષતા એ છે કે તેમાં વિવિધ જાતના ફૂલો અને છોડ છે.

Amrit Udyan will open for public from August 16

Amrit Udyan will open for public from August 16

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત મુઘલ ગાર્ડનનું ( Mughal Gardens ) નામ હવે બદલાઈ ગયું છે. તે હવે અમૃત ઉદ્યાનના ( Amrit Udyan ) નામથી ઓળખાશે. આ બગીચાની વિશેષતા એ છે કે તેમાં વિવિધ જાતના ફૂલો અને છોડ છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાર્ડન 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી ખોલવામાં આવશે. ગાર્ડન ખુલવાનો સમય સવારે 10થી સાંજનાં 4 સુધીનો રહેશે. 28 માર્ચનાં ખેડૂતો માટે, 29નાં દિવ્યાંગો માટે અને 30નાં પોલીસ અને સેના માટે ઉદ્યાન ખુલુ રહેશે. આ ગાર્ડન માં 138 પ્રકારના ગુલાબ, 70 પ્રકારના 5 હજાર મોસમી ફૂલો, 10 હજાર જેટલા ટ્યૂલિપ્સ છે. આ બગીચો 15 એકરમાં ફેલાયેલો છે.

આ સમાચાર પણ વાંચો:  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તાજી કરી જૂની યાદો.. શેર કર્યો એ એ 1995નો કિસ્સો, જયારે ધીરુભાઈ અંબાણીએ કહ્યું હતું કે સરકારની શું ઔકાત છે.. ?

બાયો ડાયવર્સિટી પાર્ક, મ્યુઝિકલ ફાઉન્ટેન, સનકેન ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, ન્યુટ્રીશનલ ગાર્ડન, હર્બલ ગાર્ડન અને બાયો ફ્યુઅલ પાર્ક સહિત આ ગાર્ડન 12 ભાગોમાં વહેંચાયેલું છે. પ્રથમ વખત રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેને સામાન્ય જનતા માટે ખુલ્લો મુક્યો હતો. ત્યારથી દર વર્ષે શિયાળામાં તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version