Site icon

ઈતિહાસ રચવાથી ચૂકી ગયું ઈસરો : અંતિમ મિનિટોમાં મિશનને લાગ્યો ઝટકો, ક્રાયોજેનિક એન્જિને બગાડ્યો ખેલ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઈસરો આજે એક નવો ઈતિહાસ રચવાથી ચૂકી ગયું છે. 

ભારતીય અંતરિક્ષ અનુસંઘાન સંગઠનના પૃથ્વીનુ ઓબ્ઝર્વેશન કરનાર ઉપગ્રહ ‘EOS-03’ ને ગુરૂવારે સવારે લોંચ કરવામાં આવ્યુ.

જો કે લોન્ચના થોડીવાર પછી ISRO ચીફ સિવને કહ્યુ કે ક્રાયોજેનિક સ્ટેજમાં થયેલ તકનીકી ખરાબીને કારણે ઇસરોનું GSLV-F10/EOS-03 મિશન પૂરું થઈ શક્યું નથી.

રિપોર્ટ મુજબ 2017 પછી ઈસરો દ્વારા આ પ્રથમ વખત મિશન નિષ્ફળ રહ્યું છે. અગાઉ ઈસરોના 14 વખત મિશન નિષ્ફળ રહ્યા છે.

ફેબ્રુઆરીમાં બ્રાઝીલના- અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ એમેઝોનિયા-1 અને 18 અન્ય નાના સેટેલાઈટના પ્રક્ષેપણ પછી 2021માં ઈસરોનું આ બીજું પ્રક્ષેપણ હતું.

ઉલ્લેખનીય છે કે, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટની મુખ્ય વિશેષતા એ હતી કે તે પસંદગી કરેલા કોઈપણ ક્ષેત્રની વાસ્તવિક સમયની છબિઓ સતત અંતરાળ પર મોકલતું રહેતું. તે પ્રાકૃતિક આપત્તિઓની સાથોસાથ કોઈ પણ પ્રકારની નાની ઘટનાઓને તાત્કાલિક નજર રાખવામાં મદદરૂપ થતું.

આ ઉપગ્રહ કૃષિની સાથોસાથ કુદરતી આપત્તિની ચેતવણી, વાદળ ફાટવા કે વાવાઝોડા સહિત વિભિન્ન ક્ષેત્રોની મહત્ત્વપૂર્ણ જાણકારી આપવામાં સક્ષમ હતો

મહારાષ્ટ્રમાં શિક્ષણ ખાતાની જાહેરાતનો ફિયાસ્કો, આ પ્રધાને કહ્યું દીધું કે શાળાઓ ખૂલવાની નથી; જાણો વિગત 

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version