Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે સોય ઝાટકીને કહ્યું… લોટરી-સટ્ટાબાજી, જુગાર પર જીએસટી ચૂકવવો જ પડશે.. જાણો વધુ વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 ડિસેમ્બર 2020 

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં લોટરી, જુગાર અને શરત લગાવી રમાતી રમતો પર ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ને લાગુ કરવાને યોગ્ય ઠેરવી છે. કોર્ટે કહ્યું કે તે બંધારણ હેઠળ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરતું નથી અને તેમાં કોઈ સાથે ભેદભાવ થતો નથી. 

Join Our WhatsApp Channel

ન્યાયમૂર્તિ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સ્કીલ લુડો સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડની અરજીને નકારી કાઢતાં કહ્યું કે , જીએસટી એક્ટ -2000 હેઠળ સરકારને લોટરી વેરો વસૂલવાની સત્તા આપવામાં આવી છે. 

નોંધનીય છે કે, કંપનીએ પોતાની અરજીમાં સેન્ટ્રલ જીએસટી એક્ટની કલમ-2 (52) હેઠળ આવરી લેવાયેલા નામના સ્પષ્ટ જણાવાની માંગ કરી હતી. કંપનીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, તેને બંધારણ હેઠળ વેપારમાં સમાનતાના અધિકાર  આપવામાં આવ્યાં છે. આથી જ લોટરી, સટ્ટાબાજીને વેપારના અધિકારમાં આવે છે આથી તેમના પર GST લગાવી શકાય નહીં. 

અરજીના જવાબમાં કોર્ટે કહ્યું, 'એક્ટની કલમ -2 (52) હેઠળ માલની વ્યાખ્યા બંધારણની કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કરતી નથી. તેમજ તે આર્ટિકલ 366 (12) હેઠળ માલની વ્યાખ્યા સાથે વિરોધાભાસ પેદા કરે છે. કલમ-2 (૨) ની વ્યાખ્યા કલમ-3666 ની 12 મી પેટા વિભાગ હેઠળ ઉલ્લેખિત માલની વ્યાખ્યામાં શામેલ છે. ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "સંસદને માલ અને સેવા વેરાના સંદર્ભમાં કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા છે." 

Delhi Traders Letter To Rahul Gandhi ચાંદની ચોકથી સદર બજાર સુધી વેપાર પડી ભાંગ્યો! રાહુલ ગાંધીને લખેલા પત્રથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો જાણો મુખ્ય માંગણીઓ
Shashi Tharoor Counters PM Modi પીએમ મોદીના ‘રોકેટ લોન્ચ’ કટાક્ષ પર શશિ થરૂરનો પલટવાર કહ્યું ‘રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ભાજ…!’
Ban On Single Use Medical Devices હોસ્પિટલોમાં ‘એક વાર વપરાયેલું સાધન ફરી વાપર્યું’ તો લાયસન્સ રદ! કેન્દ્ર સરકારે કેમ લીધો આ આકરો નિર્ણય? જાણો અસલી ખતરો
Delhi CAPF Deployment Extended દિલ્હીમાં કંઈક મોટું થવાના એંધાણ? ૨૭૩ કંપની પેરામિલિટ્રી ફોર્સિસની તૈનાતી આ તારીખ સુધી લંબાવાઈ…
Exit mobile version