Site icon

અરે વાહ શું વાત છે. આ રાજ્ય માં જુનું વાહન વેચી દો કે સ્ક્રેપમાં આપી દો તો વાહનનો જૂનો નંબર જ ફરી મેળવી શકાશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર.  

ગુજરાતના કેબિનેટ મંત્રીએ તાજેતરમાં જ એક મોટી જાહેરાત કરી છે, જેને લઇને વાહનચાલકોમાં ખુશનો માહોલ છે. ગાંધીનગર ખાતે ગુજરાતના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મહત્વની જાહેરાતો કરતા જણાવ્યું હતું કે, RTOમાં દરેક માટે નંબર પસંદગી ખૂબ મહત્વની હોય છે. દરેક વ્યક્તિ પોતાની પસંદગીનો વ્હિકલ નંબર ઇચ્છતો હોય છે. ત્યારે હવેથી વ્હિકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે. નવા વાહન માટે જૂનો નંબર માન્ય ગણાશે. એટલે કે સ્ક્રેપ વાહન થાય તો પણ નંબર પોતાની પાસે રાખી શકાશે.વાહન વેચી નંબર પોતાની પાસે રાખી શકે છે. જોકર નંબર પોતાની પાસે રાખવા માટે તેનો ચાર્જ લેવામાં આવશે. જે ગોલ્ડન નંબર, સિલ્વર નંબર પ્રમાણે ચાર્જ લેવાશે.

આ અંગે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત ધાર્મિક, સામાજિક કે ન્યૂમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્ક્‌સ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. વાહન માલિકોની તેઓના નંબર સાથે જોડાયેલ લાગણી-માન્યતાને કારણે જૂના વાહનોના નંબર રિટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે એને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. 

હવે મંદિરો પણ મેકેનાઈઝ થયા. વડોદરાના હરણી ભીડભંજન હનુમાનજીને એક બટન દબાવી તેલ ચઢાવી શકાશે

મંત્રીએ ઉમેર્યું કે,વાહન વ્યવહાર દ્વારા અરજદારોની રજૂઆતો ધ્યાને લઇ દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા પશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હીકલ નંબર રિટેન્શનની પોલિસીને અમલમાં મુકવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે આ પોલીસીમાં વાહન માલિક બે વખત તેઓના વાહન નંબર રિટેન્શન કરી શકશે. અગાઉ સ્ક્રેપ થઇ ચૂકેલ હોય તેવા વાહનોનો નંબર રીટેન કરી શકાશે નહી. રીટેન કરવામાં આવેલ નંબરની સામે ખરીદાયેલ નવા વાહનને રીટેન કરેલ નંબર ફાળવવાની પ્રક્રિયા 15 દિવસમાં પુરી કરવાની રહેશે. ત્યારબાદ રીટેન કરેલ નંબર નવા વાહનને ફાળવી શકાશે નહીં. ટ્રાન્સફર કે સ્ક્રેપ થતા વાહન જેનો નંબર રીટેન કરવાનો છે તેને નવો વાહન નંબર ફાળવવાની પ્રક્રિયા વાહન નંબર રીટેન્શન કર્યાની સાથે તુરંત કરવાની રહેશે. 

જોકે વાહન માલિક પોતનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદાયેલા વાહનો ઉપર જ રીટેન કરી શકશે. જુના વાહન ઉપર વાહન નંબર રીટેન થઇ શકશે નહીં. તેમજ જે વાહનનો નંબર રીટેન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રીટેન કરવાનો છે તે બંને વાહનો માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂરી છે. વધુમાં જે વાહનની નંબર રીટેન કરવાનો છે તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇશે અને બન્ને વાડીના પ્રકાર સમાન હોવા જરૂરી છે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version