ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ત્યારે ઘણી જગ્યાએ કૌભાંડો પણ સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગુજરાતના પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલે મોટું પગલું ભર્યું છે. મંત્રીએ પોતાના આ કામથી લોકોના દિલ જીતી લીધા. વાસ્તવમાં પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલ ગ્રાહક બનીને પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે અહીં તેમને કોઈ ઓળખી શક્યું ન હતું. મંત્રીએ પેટ્રોલ પંપના કામદારોને છેતરપિંડી કરતાં રંગે હાથે પકડ્યા હતાં.
મુકેશ પટેલને સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા યશ પેટ્રોલ પંપમાં ચાલતી ગરબડ અંગે માહિતી મળી હતી. ત્યાર પછી જ્યારે તેઓ પોતે ત્યાં પહોંચ્યા તો સમગ્ર મામલો સ્પષ્ટ થઈ ગયો. પેટ્રોલ પંપ સીલ કરી દેવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
MMRDAએ લીધો ઈસ્ટર્ન ફ્રી-વે લંબાવવાનો નિર્ણય; શિવાજી નગરથી આ વિસ્તાર સુધી લંબાવાશે: જાણો વિગત
યશ પેટ્રોલ પંપ તાજેતરમાં જ ખોલવામાં આવ્યો હતો. ત્યારથી આ અંગે ફરિયાદો ઉઠી હતી. ડિસ્પ્લે પર દેખાતા ડીઝલ-પેટ્રોલના જથ્થા કરતાં ઓછું ડીઝલ-પેટ્રોલ ભરાતું હોવાની ફરિયાદો વધી રહી હતી. જેથી મુકેશ પટેલ પોતે ગ્રાહક બની પેટ્રોલ પંપ પર પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ તેમણે પોતાના વાહનમાં ડીઝલ ભરવાનું કહ્યું. ડીઝલ ઓછું ભરાયું હોવાની શંકાના આધારે તેમણે પેટ્રોલ પંપના સંચાલકને ફોન કર્યો અને તેની પાસેથી પેટ્રોલ પંપ પર સ્ટોક મેઈન્ટેનન્સ રજીસ્ટરની માગણી કરી. મંત્રી એ જોઈને ચોંકી ગયા કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોઈ પણ પ્રકારની સ્ટોકની માહિતી લખાઈ નથી.
તમામ પેટ્રોલ પંપ ઓપરેટરોએ પેટ્રોલના વેચાણ અને સ્ટોક વિશે સંપૂર્ણ માહિતી રાખવી પડે છે. આ પેટ્રોલ પંપ પર સ્ટોક રજીસ્ટર પણ રાખવામાં આવ્યું ન હતું. પેટ્રોલ પંપના સંચાલકની ગંભીર બેદરકારી જોઈને તેમણે તાત્કાલિક ત્યાંથી કલેક્ટરને ફોન કર્યો હતો.
નોટબંધીના પાંચ વર્ષ પછી પણ ચલણી નોટોનું વર્ચસ્વ યથાવત, રોકડ ચૂકવણીમાં થયો બમણો વધારો; જાણો વિગતે
જિલ્લા કલેકટરે તાત્કાલિક પુરવઠા વિભાગ અને તોલમાપ વિભાગની ટીમને સ્થળ પર મોકલી તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણ થઈ કે તેલ ભરવા માટે ઉપયોગમાં લેવાતી નોઝલ ખોટી રીતે માપાંકિત કરવામાં આવી હતી. આ રીતે પેટ્રોલિયમ મંત્રીએ જાતે જ ગડબડ કરનારાઓને રંગે હાથે પકડ્યા.