Site icon

Gyanvapi ASI Survey: ASIને સર્વે રિપોર્ટ ફાઈલ કરવા માટે ફરી એક વખત એક્સ્ટેન્શન મળ્યું, હવે આ તારીખે  થશે સુનાવણી.. જાણો શુ છે કારણ.. 

 Gyanvapi ASI Survey:  જ્ઞાનવાપી સંકુલનો સર્વે રિપોર્ટ આજે દાખલ કરવાનો હતો. પરંતુ  અધિક્ષક પુરાતત્વવિદ્દનું બ્લડ પ્રેશર વધી જવાને કારણે આજે પણ ASI રિપોર્ટ ફાઇલ કરી શક્યા ન હતા. ASIએ સર્વે રિપોર્ટ ફાઈલ કરવા માટે વધુ એક સપ્તાહનો સમય માંગ્યો છે, જેના માટે જિલ્લા કોર્ટે 18 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.

Gyanvapi ASI Survey Varanasi court gives another week to ASI to submit Gyanvapi survey report

Gyanvapi ASI Survey Varanasi court gives another week to ASI to submit Gyanvapi survey report

News Continuous Bureau | Mumbai

 Gyanvapi ASI Survey: વારાણસી (Varanasi) માં સ્થિત જ્ઞાનવાપી સંકુલ (Gyanvapi) નો સર્વે રિપોર્ટ (Survey Report) આજે ફરી એકવાર જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા દાખલ કરી શકાયો નથી. પ્રાપ્ત જાણકારી મુજબ ASIએ ફરી એકવાર સર્વે રિપોર્ટ દાખલ કરવા માટે કોર્ટ પાસે એક સપ્તાહનો સમય માંગ્યો છે. ભારત સરકાર (Indian govt) ના સ્ટેન્ડિંગ કાઉન્સેલ અમિત કુમાર શ્રીવાસ્તવે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી આપી છે કે બ્લડ પ્રેશર અચાનક વધી જવાને કારણે ASI સુપરિન્ટેન્ડીંગ પુરાતત્વવિદ્ અવિનાશ મોહંતીની તબિયત  (health) લથડી છે. તેથી, તે કોર્ટમાં હાજર રહીને રિપોર્ટ દાખલ કરવામાં અસમર્થ છે. તેથી રિપોર્ટ દાખલ કરવા માટે એક સપ્તાહની તારીખ નક્કી કરવી જોઈએ. ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટે 18 ડિસેમ્બર સુધી મુદત આપી છે.

Join Our WhatsApp Community

18 ડિસેમ્બરે સર્વે રિપોર્ટ ફાઈલ કરવાની સૂચના

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ હિન્દુ પક્ષના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, કોર્ટે ASIને સર્વે રિપોર્ટ દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. હવે ASIને 18 ડિસેમ્બરે સર્વે રિપોર્ટ ફાઈલ કરવાની સૂચના આપવામાં આવી છે. કોર્ટમાં ASIએ તેના અધિકારીની નાદુરસ્ત તબિયતને ટાંકી હતી અને સર્વે ફાઇલ કરવાનો સમય ચોથી વખત લંબાવવામાં આવ્યો છે.

10 દિવસનો સમય આપ્યો

મહત્વનું છે કે અગાઉ 30 નવેમ્બરે વારાણસી કોર્ટે (Varanasi court) ASIને જ્ઞાનવાપી સર્વે પૂર્ણ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો. ગત સુનાવણીમાં કોર્ટે ASIને ફટકાર લગાવી હતી. કારણ કે આ પહેલા પણ ASIએ ત્રણ વખત સમય વધારવાની માંગ કરી હતી. જ્ઞાનવાપી સર્વે 4 ઓગસ્ટે શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ આ સર્વે મસ્જિદના વજુખાના વિસ્તારમાં કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટ (Supreme court) ના આદેશથી તેને  સીલ કરી દેવામાં આવ્યુ છે.

આ સમાચાર પણ વાંચો : Mahua Moitra Row: સુપ્રીમ કોર્ટ પહોંચ્યા TMC નેતા મહુઆ મોઇત્રા, ‘કેશ ફોર ક્વેરી’ કેસ મામલે લોકસભામાંથી તેમની હકાલપટ્ટીને પડકારી..

જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વેશ્વર મંદિર વિવાદમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો 

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે (8 ડિસેમ્બર) જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વેશ્વર મંદિર વિવાદ કેસની સુનાવણી કરતી વખતે, અલ્હાબાદ હાઈકોર્ટે  (Allahabad High court) પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. જજ રોહિત રંજન અગ્રવાલે આ વિવાદના કેસની સુનાવણી કરતા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. તમને જણાવી દઈએ કે આ મામલાને લઈને વારાણસીની અંજુમન ઈન્તેજામિયા કમિટી અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે 1991માં વારાણસી કોર્ટમાં દાખલ કરવામાં આવેલા મૂળ દાવાની જાળવણીને પડકારી હતી.

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Omar Abdullah: ‘ઉમર અબ્દુલ્લાનો આક્રોશ,રાજ્યસભા ચૂંટણીમાં BJPને મળેલા 4 વોટ પર ઉઠાવ્યો સવાલ, ‘કોણે કર્યો દગો?’
Cyclonic Storm: વરસાદ અને ઠંડીનું ડબલ એટેક,દેશના આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, UPમાં પારો ગગડશે.
Exit mobile version