ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
02 ફ્રેબ્રુઆરી 2021
કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર ભલે મહેરબાન હોય પરંતુ સુપ્રીમ કોર્ટ નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ સોશિયલ મીડિયાની મોટી કંપનીઓ જેમકે ટ્વીટર તેમજ ફેસબુક ને નોટિસ પાઠવી છે અને તેમાં જે કન્ટેન્ટ દેખાઈ રહ્યો છે તે સંદર્ભે ખુલાસો માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે સોશિયલ મીડિયા માટે કયો કાયદો બનાવવામાં આવશે અને ક્યારે. બીજી તરફ ટ્વીટર અને ફેસબુક ને નોટીસ આપીને સ્પષ્ટતા માંગવામાં આવી છે કે જે વસ્તુ સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહી છે અને આક્ષેપ જનક છે તે સંદર્ભે શું કરવામાં આવી રહ્યું છે તેમજ તેની માટે જવાબદાર કોણ. આ ઉપરાંત જે સમાચારો ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં શું કરવામાં આવે છે.