Site icon

શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદઃ મથુરા કોર્ટમાં હવે આ કેસની ફરી સુનાવણી શરૂ; જાણો શા માટે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર.

અયોધ્યામાં રામ જન્મભૂમિનો વિવાદ પૂરો થઈ ગયો છે. હવે ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહના વિવાદને લઈ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. એક વર્ષ પહેલા આ વિવાદને લઈને કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ અરજીને રદ કરવી અથવા તેના પર સુનાવણી કરવી તેના પર સોમવારના જિલ્લા કોર્ટે  નવેસરથી સુનાવણી થઈ હતી. જેમાં બંને પક્ષોએ પોતાની દલીલો કરી હતી.

સ્કૂલ ફરી શરૂ કરવાને મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના હાથ ઉપર કરી લીધા. રાજ્ય સરકાર આ બાબતે નિર્ણય લેશે એવું ચોખ્ખા શબ્દોમાં કોર્ટે સુનાવ્યું; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે લખનૌની રહેવાસી સહિત અડધો ડઝન લોકોએ  સુપ્રીમ કોર્ટમાં અરજી કે ગયા વર્ષે 22 સપ્ટેમ્બરના સિવીલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને શાહી ઈદગાહ ઈંતજામિયા કમીટી વચ્ચે પહેલા જે સમજૂતી થઈ હતી. તે પૂરી રીતે ગેરકાયદેસર છે. અરજી મુજબ શાહી ઈદગાહને ધ્વસ્ત કરીને 13.37 એકર જમીન તેના મૂળ માલિક શ્રીકૃષ્ણ જન્મસ્થળ ટ્રસ્ટને સોંપી દેવી જોઈએ.  પરંતુ અદાલતે આ દાવાને ફગાવી દીધો હતો. ત્યારબાદ સંબંધિત લોકોએ ફરી કોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન બે જજ બદલાઈ ગયા હતા. હવે નવા જજ આવવાની સાથે જ સોમવારે ફરી તેના પર સુનાવણી થઈ હતી. જેમાં ન્યાયાધીશ વિવેક સંગલે બંને પક્ષોને તેમના દાવા રજૂ કરવા કહ્યું હતું.  લગભગ એક કલાક તેના પર કોર્ટમાં સુનાવણી ચાલતી રહી હતી. કોર્ટે બંને પક્ષની બાજુ સાંભળી લીધી હતી. હવે 29 સપ્ટેમ્બરના આ અરજીનો સ્વીકાર કરવો કે તેને ફગાવી દેવી તે બાબતે જજ નિર્ણય જાહેર કરશે.

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version