ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
કોરોનાથી સાજા થયા બાદ હવે લોકો મલ્ટી-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS)નો શિકાર બની રહ્યા છે. આ રોગને કારણે હૃદય ૧૫-૨૫% ટકા જેટલું ફૂલી જાય છે. આ રોગે ગુજરાતમાં સુરત અને રાજકોટ જેવા શહેરમાં બાળકોનો ભોગ લીધો છે. આ રોગનું પ્રમાણ ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ વધી ગયું છે. સુરતમાં એક જ વર્ષમાં આ રોગના ૩૫૦ જેટલા કેસ નોંધાયા છે.
આ રોગને કારણે પોસ્ટ કોવિડ હાર્ટ-ઍટેકનું પ્રમાણ ૩૦-૪૦ વર્ષના આયુ વર્ગમાં વધી ગયું છે. કોરોના બાદ હાર્ટ-ઍટેક પાછળ શરીરનો ઇન્ફ્લામેન્ટરી રિસ્પૉન્સ જવાબદાર હોય છે. જેને કારણે શરીરમાં લોહી ગંઠાવા લાગે છે. આવા કેસમાં સામાન્ય કરતાં વધુ બ્લૉકેજ હોવાથી એન્જિયોપ્લાસ્ટી માટે 3થી 4 ગણો સમય લાગે છે. ઉપરાંત બાળકોના શરીર ઉપર પણ આ રોગને કારણે માઠી અસર થઈ છે. એક ચાર વર્ષના બાળકના હૃદયની દીવાલો પાતળી થઈ હતી, વાલ્વ લીક થયો હતો, વાળ જેટલી હૃદયની નસ ફુગ્ગાની જેમ ફૂલી ગઈ હતી, જે અસામાન્ય અને ગંભીર છે.
ખેડૂતો લડી લેવાના મૂડમાં: જંતર-મંતર પર કિસાનોએ શરૂ કરી સંસદ, બનાવ્યા આટલા સ્પીકર ; જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે કોરોના દરમિયાન શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થતાં લોહી ગંઠાવાની પ્રક્રિયા ઝડપી બને છે તેમ જ નળીમાં સોજા આવે છે અને ક્લોટિંગ વધવાની શક્યતા રહે છે. MISમાં તાવ, પેટમાં દુખાવો, ઝાડા, સાંધાનો દુખાવો, હોઠ અને આંખો લાલ થવી, શરીરે ચાઠાં પડવા જેવાં લક્ષણો જોવા મળે છે.
