News Continuous Bureau | Mumbai
એક તરફ ઠંડીનો પ્રકાપ વધી રહ્યોં છે ત્યારે બીજી તરફ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં તેમજ પશ્ચિમી વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે.
મોસમ વિભાગે એક સેટેલાઈટ ઇમેજ જાહેર કરી છે. આ મુજબ ઉત્તર ભારત અને ખાસ કરીને પશ્ચિમી વિસ્તારમાં વરસાદ પડી શકે છે. દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે.

ખાસ કરીને જમ્મુ – કાશ્મિર અને ઉત્તરાખંડમાં જોરદાર વરસાદની આગાહી છે. અહીં ભારે બરફવર્ષા થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: ઉત્તર ભારતના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોની સૂચિ, મુલાકાત લેવાનું સ્થળ સરળતાથી નક્કી કરો