News Continuous Bureau | Mumbai
ભારતીય કોસ્ટ ગાર્ડ(Indian Coast Guard) અને લક્ષદ્વિપમાં(Lakshadweep) રેવન્યુ ઈન્ટેલિજન્સ(Revenue Intelligence) વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ટીમને સફળતા મળી છે.
લક્ષદ્વિપના દરિયાકાંઠેથી ૨૧૮ કિલો હેરોઈન(Heroin) ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરતી આંતરરાષ્ટ્રીય દાણચોરોની(International smugglers) એક ગેંગ પકડાઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં(International market) આ ડ્રગ્સનું મૂલ્ય રૂ. ૧૫૦૦ કરોડ જેટલું છે.
હવે ડીઆરઆઈ(DRI) દ્વારા એનડીપીએસ એક્ટ(NDPS Act), ૧૯૮૫ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
બોટના ક્રૂની(Boat crew) પૂછપરછ પછી વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં ડીઆરઆઈ દ્વારા ડ્રગ્સનો જંગી જથ્થો પકડયો હોવાની આ ચોથી ઘટના છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi વિદેશ પ્રવાસે, ક્વાડ સંમેલનમાં ભાગ લેવા આ મહિનાની 24 તારીખે જશે જાપાન, આ ત્રણ દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખો સાથે કરશે બેઠક..
