Site icon

Hibox Mystery Box Scam: રોકાણના નામે 500 કરોડની છેતરપિંડી, યુટ્યુબર એલ્વિશ યાદવ, ભારતી સિંહ સહિત 5 લોકોને સમન્સ; જાણો શું છે સમગ્ર મામલો..

Hibox Mystery Box Scam: દિલ્હી પોલીસે યુટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ અને અન્ય ત્રણને રૂ. 500 કરોડના છેતરપિંડી એપ આધારિત કૌભાંડમાં સમન્સ પાઠવ્યા છે.

Hibox Mystery Box Scam Elvish Yadav, Bharti Singh summoned in Rs 500 crore investment fraud busted by Delhi Police

Hibox Mystery Box Scam Elvish Yadav, Bharti Singh summoned in Rs 500 crore investment fraud busted by Delhi Police

News Continuous Bureau | Mumbai 

Hibox Mystery Box Scam: યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. હવે દિલ્હી પોલીસે તેને પૂછપરછ માટે સમન્સ મોકલ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ એપ દ્વારા 500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં એલ્વિશની સાથે કોમેડિયન ભારતી સિંહને દિલ્હી પોલીસે સમન્સ મોકલ્યા છે.  

Join Our WhatsApp Community

Hibox Mystery Box Scam: રોકાણ કરવા માટે લલચાવ્યા 

અહેવાલો મુજબ પોલીસને 500 થી વધુ ફરિયાદો મળી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર્સ એ અને યુટ્યુબર્સે તેમના પેજ પર HIBOX મોબાઇલ એપ્લિકેશનનો પ્રચાર કર્યો હતો અને લોકોને એપ્લિકેશન દ્વારા રોકાણ કરવા માટે લલચાવ્યા હતા. મહત્વનું છે કે આ કૌભાંડના મુખ્ય આરોપીની ચેન્નાઈના રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, સૌરવ જોશી, અભિષેક મલ્હાન, પુરવ ઝા, એલ્વિશ યાદવ, ભારતી સિંહ, હર્ષ લિમ્બાચિયા, લક્ષ્ય ચૌધરી, આદર્શ સિંહ, અમિત અને દિલરાજ સિંહ રાવત સહિતના સોશિયલ મીડિયા પ્રભાવકો અને યુટ્યુબર્સે એપ્લિકેશનનો પ્રચાર કર્યો અને એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા. 

Hibox Mystery Box Scam: પ્રથમ પાંચ મહિનામાં જંગી વળતર મળ્યું

HIBOX એ એક મોબાઇલ એપ્લિકેશન છે, જે સુનિયોજિત કૌભાંડનો ભાગ છે. આ એપ દ્વારા, આરોપીઓએ દરરોજ એકથી પાંચ ટકા વળતરની ખાતરી આપી હતી, જે એક મહિનામાં 30 થી 90 ટકા જેટલી છે. આ એપ ફેબ્રુઆરી 2024માં લોન્ચ કરવામાં આવી હતી. આ એપમાં 30,000 થી વધુ લોકોએ રોકાણ કર્યું હતું. પ્રથમ પાંચ મહિનામાં રોકાણકારોને સારું વળતર મળ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ઈઝરાયેલની સેનાને મળી મોટી સફળતા, ગાઝાના હમાસ ચીફનું મોત; ઇઝરાયલી સેનાએ મિસાઇલો વડે ઉડાવી દીધો..

Hibox Mystery Box Scam: જુલાઈથી ચુકવણી બંધ થઈ ગઈ

જો કે, જુલાઈથી એપ્લિકેશને તકનીકી ખામીઓ, કાયદાકીય સમસ્યાઓ, GST સમસ્યાઓ વગેરેને ટાંકીને ચૂકવણી બંધ કરી દીધી હતી. કથિત કંપનીઓ ઉત્તર પ્રદેશના નોઈડામાં તેમની ઓફિસ બંધ કર્યા પછી ગાયબ થઈ ગઈ. પોલીસે જણાવ્યું કે માસ્ટરમાઇન્ડ શિવરામની ધરપકડ કરવામાં આવી છે અને તેના ચાર અલગ-અલગ બેંક ખાતામાંથી 18 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

Hibox Mystery Box Scam:  ઓગસ્ટમાં FIR નોંધવામાં આવી હતી

16 ઓગસ્ટના રોજ, ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) પોલીસને HIBOX એપ્લિકેશન સામે 29 પીડિતો તરફથી ફરિયાદો મળી હતી. ફરિયાદીઓએ આક્ષેપ કર્યો હતો કે તેઓને તેમના રોકાણ પર ઉચ્ચ વળતર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. 20 ઓગસ્ટના રોજ, સ્પેશિયલ સેલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને IT એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધી હતી.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version