ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ.
07 ઓગસ્ટ 2020
બોમ્બે હાઈકોર્ટે 65 વર્ષથી ઉપરના કલાકારોને શૂટિંગ કરવાની છૂટ આપી છે. જણાવી દઈએ કે કોરોના વાયરસને કારણે લાગુ લોકડાઉનને કારણે શૂટિંગ અટકાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે સરકારે શૂટિંગ માટે મંજૂરી આપી હતી, ત્યારે 65 વર્ષના કલાકારોને શૂટિંગ કરવાં પર પ્રતિબંધ મૂક્યો હતો. આમ મંજૂરી ન મળતાં વરિષ્ઠ અભિનેતાઓમાં રોષ હતો અને કહ્યું હતું કે અમે કોરોનાં થઈ નહીં મરશું પરંતું ભૂખમરાથી જરૂર મારી જશું.
આજે આપેલાં એક ફેંસલામાં બોમ્બે હાઈકોર્ટે 65 વર્ષથી વધુ ઉંમરના કલાકારો અને મનોરંજન ક્રૂને શૂટ કરવાની મંજૂરી આપી છે. મુંબઈ હાઈકોર્ટે વરિષ્ઠ નાગરિકોને બહાર અને સ્ટુડિયોમાં કામ ન કરવાના સરકારી આદેશોને ફગાવી દીધા છે.
અન્ય ઉદ્યોગની જેમ, લોકડાઉનની ટીવી અને ફિલ્મ ઉદ્યોગને પણ ખૂબ મોટી અસર થઈ છે. લગભગ ત્રણ મહિનાના લોકડાઉન બાદ શૂટિંગ શરૂ થયું ત્યારે પણ મહારાષ્ટ્ર સરકારે 65 વર્ષથી વધુ ઉંમરના કલાકારોને સેટ પર જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના આ નિર્ણયથી તમામ કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ઘણા વૃદ્ધ ટીવી કલાકારોએ આ નિર્ણય સામે કોર્ટમા અવાજ ઉઠાવ્યો હતો
