Site icon News Continuous Bureau | Mumbai

વરિષ્ઠ કલાકારો હવે ટીવી, ફિલ્મના શુટિંગ કરી શકશે, બોમ્બે હાઇકોર્ટએ આપી મંજુરી…જાણો વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ.
07 ઓગસ્ટ 2020
બોમ્બે હાઈકોર્ટે 65 વર્ષથી ઉપરના કલાકારોને શૂટિંગ કરવાની છૂટ આપી છે. જણાવી દઈએ કે કોરોના વાયરસને કારણે લાગુ લોકડાઉનને કારણે શૂટિંગ અટકાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે સરકારે શૂટિંગ માટે મંજૂરી આપી હતી, ત્યારે 65 વર્ષના કલાકારોને શૂટિંગ કરવાં પર પ્રતિબંધ મૂક્યો હતો. આમ મંજૂરી ન મળતાં વરિષ્ઠ અભિનેતાઓમાં રોષ હતો અને કહ્યું હતું કે અમે કોરોનાં થઈ નહીં મરશું પરંતું ભૂખમરાથી જરૂર મારી જશું.

આજે આપેલાં એક ફેંસલામાં બોમ્બે હાઈકોર્ટે 65 વર્ષથી વધુ ઉંમરના કલાકારો અને મનોરંજન ક્રૂને શૂટ કરવાની મંજૂરી આપી છે. મુંબઈ હાઈકોર્ટે વરિષ્ઠ નાગરિકોને બહાર અને સ્ટુડિયોમાં કામ ન કરવાના સરકારી આદેશોને ફગાવી દીધા છે.

Join Our WhatsApp Channel

અન્ય ઉદ્યોગની જેમ, લોકડાઉનની ટીવી અને ફિલ્મ ઉદ્યોગને પણ ખૂબ મોટી અસર થઈ છે. લગભગ ત્રણ મહિનાના લોકડાઉન બાદ શૂટિંગ શરૂ થયું ત્યારે પણ મહારાષ્ટ્ર સરકારે 65 વર્ષથી વધુ ઉંમરના કલાકારોને સેટ પર જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના આ નિર્ણયથી તમામ કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ઘણા વૃદ્ધ ટીવી કલાકારોએ આ નિર્ણય સામે કોર્ટમા અવાજ ઉઠાવ્યો હતો

INS Samarthak Induction દરિયાઈ સીમાઓ વધુ અભેદ્ય બનશે સંપૂર્ણ સ્વદેશી બનાવટનું અત્યાધુનિક જહાજ ‘સમર્થક’ ૧૬ ઓક્ટોબરે સેનામાં થશે સામેલ
Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Exit mobile version