News Continuous Bureau | Mumbai
High-Speed Flying-Wing UAV : ભારતે સ્વદેશી કોમ્બેટ ડ્રોન ( Indigenous Combat Drone ) બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. DRDO દ્વારા વિકસિત સ્ટેલ્થ ડ્રોને ( Stealth drone ) તેની બીજી ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. કર્ણાટકના ( Karnataka ) ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં સ્વદેશી સ્ટીલ્થ ડ્રોન ઓટોનોમસ ફ્લાઈંગ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર ( AFWTD ) ની ટેસ્ટ ફ્લાઇટ ( Test flight ) સફળ રહી છે. આ સાથે ભારત ડ્રોન બનાવવાના ક્ષેત્રમાં અમેરિકા અને ચીન જેવા દેશોની હરોળમાં સામેલ થઈ ગયું છે. આ ડ્રોનને અમેરિકાના B2 બોમ્બર જેટની તર્જ પર તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્વદેશી રીતે વિકસિત હાઈ-સ્પીડ UAV છે.
રાજનાથ સિંહે DRDOને અભિનંદન પાઠવ્યા
ડીઆરડીઓએ આનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં યુએવીને ટેક ઓફ અને લેન્ડિંગ કરતા જોઈ શકાય છે. આ UAV DRDO ના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ( ADE ) દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ પરીક્ષણ માટે DRDOને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ સ્વદેશી રીતે વિકસિત વિકાસ સશસ્ત્ર દળોને વધુ મજબૂત બનાવશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Indians :રોહિત શર્માને સુકાનીપદેથી હટાવવાનો નિર્ણય ફેન્સને ન આવ્યો પસંદ.. કોઈએ કેપ સળગાવી તો કોઈએ જર્સી પર… જુઓ વિડીયો..
જુઓ વીડિયો
#AatmanirbharDefence #DRDO has successfully carried out a flight trial of Autonomous Flying Wing Technology Demonstrator, an indigenous high-speed flying-wing Unmanned Aerial Vehicle (UAV) from the Aeronautical Test Range, Chitradurga in Karnataka.
➡️https://t.co/QNUzouGdof pic.twitter.com/uk6IKKNvDP— Defence Production India (@DefProdnIndia) December 15, 2023
ઉલ્લેખનીય છે કે આ UAV ની પહેલી ફ્લાઇટ જુલાઈ 2022 માં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પછી, બે સ્થાનિક રીતે બનાવેલ પ્રોટોટાઇપનો ઉપયોગ કરીને છ ફ્લાઇટ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. હાઈ-સ્પીડ ફ્લાઈંગ વિંગ UAVને હળવા વજનના કાર્બન પ્રીપ્રેગ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. તેને સ્વદેશી વિમાનની જેમ બનાવવામાં આવ્યું છે. તેની હેલ્થ મોનિટરિંગ માટે તેમાં ફાઈબર ઈન્ટ્રોગેટર્સ ઉમેરવામાં આવ્યા છે, જે એરોસ્પેસ ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા દર્શાવે છે.
અગાઉ, ડીઆરડીઓએ સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલને પ્રલય નામ આપવામાં આવ્યું છે. આ પણ ડીઆરડીઓ દ્વારા જ વિકસાવવામાં આવ્યું છે.
