Site icon

Himachal Pradesh Exit Poll 2022: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર. જાણો અલગ-અલગ ચેનલોના એક્ઝિટ પોલ શું કહે છે.

હિમાચલ પ્રદેશમાં કુલ 68 સીટો પર 66 ટકા મતદાન થયું છે. ભાજપની પાંચ વર્ષની અને કોંગ્રેસની પાંચ વર્ષની સત્તા ભોગવવાની જૂની પરંપરા આ વખતે શુ તૂટી જશે ?

Exit polls give BJP huge majority in Gujarat; Himachal Pradesh is neck-and-neck

Himachal Pradesh Exit Poll 2022: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર. જાણો અલગ-અલગ ચેનલોના એક્ઝિટ પોલ શું કહે છે.

News Continuous Bureau | Mumbai

Himachal Pradesh Exit Poll 2022: હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે થયેલા મતદાનના મતોની ગણતરી ગુજરાતની સાથે 8 ડિસેમ્બરે થશે. દરમિયાન, એક્ઝિટ પોલના પરિણામોને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ રાજ્યમાં કયા પક્ષની શું હાલત હશે.

Join Our WhatsApp Community

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર

એક્ઝિટ પોલ પર નજર નાખો તો આ રાજ્યમાં ભાજપનો કોંગ્રેસ સાથે જોરદાર મુકાબલો છે. જો કે, ભાજપ ઓછી બેઠકોથી સત્તામાં પાછી આવે તેમ લાગે છે અને કોંગ્રેસ પાછળ રહેતી જોવા મળી રહી છે.

ઝી ન્યૂઝ એક્ઝિટ પોલ

BARC સાથે મળીને ઝી ન્યૂઝ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ભાજપને 35-40, કોંગ્રેસને 20-25 અને આમ આદમી પાર્ટીને 00-03 બેઠકો મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો: ‘અબકી બાર, ફિર એક બાર ભાજપા કી સરકાર’… તમામ એક્ઝિટ પોલમાં ભાજપનો વિજય નિશ્ચિત…

ટાઈમ્સ નાઉ

ટાઇમ્સ નાઉએ ETG સાથે મળીને હિમાચલ પ્રદેશ ચૂંટણીનો સર્વે કર્યો છે. તેના પરિણામો દર્શાવે છે કે ભાજપને 34-42, કોંગ્રેસને 24-32 અને AAPને 00-00 બેઠકો મળશે. મતલબ કે અહીં ફરી એકવાર કમળ ખીલશે.

ઈન્ડિયા ટીવી

ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં પણ ભાજપને લીડ મળી રહી છે. રાજ્યમાં ભાજપને 35-40, કોંગ્રેસને 26-31 અને AAPને 00 બેઠકો મળશે. ઈન્ડિયા ટીવીએ મેટ્રિસેસ સાથે મળીને આ સર્વે કર્યો છે.

આજ તક

Aaj Tak એ Axis My India સાથે મળીને સર્વે કર્યો છે. તે પ્રમાણે કોંગ્રેસને વધુ સીટો મળશે. તેને 30-40 બેઠકો મળશે, ભાજપને 24-34 બેઠકો મળશે. આમ આદમી પાર્ટીનું ખાતું પણ નહીં ખુલે.

આ સમાચાર પણ વાંચો: આ ટેલિકોમ કંપની ઓફર કરી રહી છે આ પ્લાન્સ સાથે SonyLIV સબસ્ક્રિપ્શન, સંપૂર્ણ હશે ‘ફ્રી’

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version