ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ઓગસ્ટ 2020
યુ.એસ. માં એવું ક્યારેય નહોતું જોયું કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓને રિઝવવા માટે પ્રયત્નશીલ હોય. આ ઘટના અમેરિકામાં હિન્દુઓનું વધતું રાજકીય મહત્વ સૂચવે છે.
# ટ્રમ્પ:–
અમેરિકામાં હાલના રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટી તરફથી ટ્રમ્પના પ્રચાર અભિયાનમાં કહેવાય રહ્યું છે કે જો ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફરશે તો અમેરિકાના હિન્દુઓની ધાર્મિક સ્વતંત્રતાના માર્ગમાં આવતી અડચણોને ઘટાડવાનું વચન આપ્યું છે. બીજી તરફ, તેમના હરીફ અને ડેમોક્રેટના ઉમેદવાર જો બિડેનના પ્રચારમાં તેમણે કહ્યું હતું કે તેઓ હિન્દુ સમુદાયનો સંપર્ક કરવાને રૂબરૂમાં મળવાને પ્રાધાન્ય આપ્યું છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સે હિન્દુઓ માટે અભિયાન ચલાવ્યું હતું
14 ઓગસ્ટે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પના અભિયાનમાં પહેલીવાર 'અમેરિકન હિન્દુ માટે અવાજ' ઉઠાવવાની ઘોષણા કરવામાં આવી હતી. ટ્રમ્પે ભારત સાથેના પોતાના સારા સંબંધોને પણ યાદ કર્યા હતા. ટ્રમ્પે પ્રચાર અભિયાનમાં કહ્યું કે, "અમે લાખો હિન્દુ ભારતીય-અમેરિકન એ આપેલા ફાળા નું સન્માન કરીએ છીએ. સાથે જ સમાવિષ્ટ અર્થવ્યવસ્થા, યુએસ-ભારત સંબંધોના નિર્માણ અને બધાની ધાર્મિક સ્વતંત્રતા માટે મજબૂત ટેકો આપશું."
# બિડેન:–
જ્યારે બીડેન હિન્દુ સમુદાય સુધી પહોંચવાની વાતને પ્રાધાન્યતા આપે છે. ડેમોક્રેટિક પાર્ટી દ્વારા બિડેનને મંગળવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર કર્યા હતા. બિડેન માટેના રાજકીય મંચ 'દક્ષિણ એશિયાએ' જણાવ્યું હતું કે, સપ્તાહના અંતમાં, બિડેનએ ભારતીય અમેરિકનો માટે એક પ્લેટફોર્મની શરૂવાત કરી છે. જેમાં હિન્દુ સમુદાયની અનેક મુખ્ય ચિંતાઓ પ્રકાશિત થઈ. બિડેને મંદિરો સહિતના પૂજા સ્થળોએ નિશાન બનાવી તોડફોડ ના ગુનાઓ બદલ સખત દંડ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. બિડેને આવા મંદિરો માટે સુરક્ષા અનુદાન વધારવાનું વચન પણ આપ્યું. આમ અમેરિકામાં રાષ્ટ્રપતિ ના ચૂંટણીમાં અચાનક જ હિંદુ ભારતીયોનું વર્ચસ્વ વધી ગયું હોવાનું જોવા મળ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
