Site icon News Continuous Bureau | Mumbai

અહો આશ્ચર્યમ્!!! પાકિસ્તાનમાં બનશે પ્રથમ શ્રીકૃષ્ણ હિન્દુ મંદિર, 10 કરોડનો ખર્ચ આપશે ઈમરાન સરકાર.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

24 જુન 2020

 આઝાદી બાદ પ્રથમવાર પાકિસ્તાનમાં હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે આજે આધારશિલા રાખવામાં આવી છે. આ મંદીરનો ખર્ચો 10 કારોડ પાકિસ્તાની રૂપિયા આવશે જે ત્યાંની સરકાર આપશે. પાકિસ્તાનમા 3 વર્ષના વિલંબ બાદ આખરે  હિંદુ મંદિરની નિર્માણ પ્રક્રિયા શરૂ થઈ છે. આમ તો જમીન 2017 મા ફાળવવામાં આવી હતી પરંતું કાગળિયા તૈયાર કરતા 3 વર્ષ નીકળી ગયા. આ ઇસ્લામાબાદમાં પ્રથમ હિન્દૂ મંદિર છે જે રાજધાની સીએચ-9 વિસ્તારમાં કૃષ્ણ મંદિર 20,000 ચોરસફૂટના પ્લોટમાં આવશે.

મંગળવારે માનવ અધિકાર પંચના સંસદીય સચિવ લાલચંદ માળીના હસ્તે મંદિરનું ભુમિ પૂજન થયું.. આ સભાને સંબોધન કરતાં શ્રી માળીએ જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ અને તેની નજીકના વિસ્તારોમાં 1947 પહેલાનાં ઘણા સમયનાં મંદિરનાં બાંધકામો હતા, જેમાં સૈદપુર ગામનો અને રાવલ તળાવ નજીક કોરંગ નદીની બાજુમાં આવેલા હિલ પોઇન્ટ પરનો સમાવેશ થાય છે. 

ધાર્મિક બાબતોના પ્રધાન પીર નૂરુલ હક કાદરીએ જણાવ્યું હતું કે, બાંધકામનો ખર્ચ સરકાર સહન કરશે, જ્યારે ઇસ્લામાબાદ હિન્દુ પંચાયતે મંદિરનું નામ 'શ્રીકૃષ્ણ મંદિર' રાખ્યું છે. મંદિર સંકુલમાં અન્ય ધાર્મિક વિધિઓ માટે અલગ માળખા હશે. તેમ જ લઘુમતી સમુદાય માટે ઇસ્લામાબાદમાં સ્મશાનનો અભાવ હોવાથી મંદિરના નાજીકમાં જ સ્મશાન પણ બનાવવામાં આવશે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3g4uBbl

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Sharad Pawar Praful Patel Meeting ’10 નવેમ્બર પછી બેસીને વાત કરીશું’ શરદ પવાર અને પ્રફુલ પટેલના વાયરલ વિડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ
Election Commission of India કેન્દ્રીય ચૂંટણી આયોગમાં મોટો ફેરબદલ IT વિભાગની જવાબદારી બદલાતા વિવાદો વચ્ચે આવ્યા નવા આદેશ
Hardeep Singh Puri Elected Unopposed To Rajya Sabha કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા અન્ય બે ઉમેદવારી પત્રો રદ થતાં માર્ગ મોકળો બન્યો
UGC New Regulations SC પ્રોફેસરો અને યુનિવર્સિટીઓના વિરોધ આગળ સરકાર ઝૂકી? નવા નિયમો પર પુનઃવિચાર કરવા તૈયાર; રચાશે સમિતિ..
Exit mobile version