Site icon

Hit and Run New Law: નવા હિટ એન્ડ રન કાયદા વિરુદ્વ ટ્રક અને ડમ્પર ચાલકોની હડતાળ.. અનેક રાજ્યોમાં ચક્કાજામ.. વાહનવ્હવહાર થયો ઠપ્પ..

Hit and Run New Law The strike of truck and dumper drivers against the new hit and run law.. brought traffic to a standstill in several states

Hit and Run New Law The strike of truck and dumper drivers against the new hit and run law.. brought traffic to a standstill in several states

News Continuous Bureau | Mumbai 

Hit and Run New Law: કેન્દ્ર સરકાર ( central government ) દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના ( hit and run law ) વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો ( Truck  drivers ) હડતાળ ( strike ) પર ઉતર્યા હતા. જેનો આજે બીજો દિવસ છે. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ આ કાયદો ખોટો છે અને તેને પાછો ખેંચી લેવો જોઈએ.  આ માંગ સાથે વિરોધ ચાલુ રાખતા અનેક જગ્યાઓ હાઈવે પર ચક્કાજામ કર્યો છે. જેના કારણે વાહનવ્યહાર ( Transportation ) પર પણ અસર પડી રહી છે. 

વાસ્તવમાં, કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનને લઈને નવો કાયદો બનાવ્યો છે, જે અંતર્ગત જો કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક ( Dumper drivers )  અકસ્માત ( accident ) કરીને ઘટના સ્થળેથી ભાગી જાય છે. તો તેને 10 વર્ષની જેલની સજા થશે. આ સિવાય 7 લાખ રૂપિયાનો દંડ ( penalty) પણ ભરવો પડશે. અગાઉ આ કેસમાં આરોપી ડ્રાઈવરને થોડા દિવસોમાં જ જામીન મળી જતા હતા અને તે પોલીસ સ્ટેશનમાંથી જ બહાર આવી જતો હતો. જો કે જુના કાયદા હેઠળ બે વર્ષની જેલની જોગવાઈ પણ હતી.

સરકારના આ નિર્ણય બાદ ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..

સરકારના આ નિર્ણય બાદ ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે કે આ સંપૂર્ણપણે અન્યાય છે અમારી સાથે, સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે. આ અંગે ગ્રેટર નોઈડાના ઈકોટેક 3 વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરોએ પોતાના વાહનો પાર્ક કરીને રોડ બ્લોક કરી દીધો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, પોલીસની સમજાવટ બાદ તેઓએ પોતાના વાહનો રસ્તા પરથી હટાવ્યા હતા.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટ્રક ડ્રાઈવરોની હડતાળને અસર પેટ્રોલ પંપ પર પડી રહી છે. જ્યાં વાહનોની લાંબી લાઈનો લાગી છે. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ હડતાળ ત્રણ દિવસ સુધી ચાલશે જેના કારણે ઈંધણ પંપ સુધી પહોંચી શક્શે નહીં. આ સમાચાર વાયુ વેગે ફેલાઈ જતા લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ ભરવા માટે પંપ પર પહોંચી ગયા હતા જેના કારણે લાંબી કતાર લાગી જોવા મળી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : Ram Mandir: અયોધ્યામાં બનેલા આ રેલ્વે સ્ટેશન કોઈ એરપોર્ટથી ઓછું નથી.. આ છે ખાસ વિશેષતાઓ.. જુઓ વિડીયો..

દરમિયાન, મધ્યપ્રદેશ, દિલ્હી તેમજ મહારાષ્ટ્રમાં પણ હડતાલની અસર જોવા મળી હતી. જ્યાં સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કાયદાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની હડતાળને કારણે માર્ગો પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

શું છે આ નિયમ..

બ્રિટિશ યુગના ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ના પ્રથમ કાયદાને રદ્દ કરીને લાવવામાં આવેલા નવા ક્રિમિનલ કોડ કાયદા અનુસાર જો કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈની પર વાહન ચડાવીને અકસ્માત સર્જે તો તેને 10 વર્ષની જેલ થઈ શકે છે. આ સિવાય 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. અગાઉ આ કેસમાં આરોપી ડ્રાઈવરને થોડા દિવસોમાં જ જામીન મળી જતા હતા અને તે પોલીસ સ્ટેશનમાંથી જ બહાર આવી જતો હતો. જો કે આ કાયદા હેઠળ બે વર્ષની જેલની જોગવાઈ પણ હતી.

આ વિધેયકોને સંસદના શિળાળુ સત્ર દરમિયાન લોકસભામાં 20 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બર પસાર કરાયું હતું. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ બહુમતથી પસાર કરાયો હતો.

Exit mobile version