ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ઓગસ્ટ 2020
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મોડી રાત્રે નવી દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોની એક ટીમ તેમની દેખરેખ કરી રહી છે. તાજેતરમાં અમિત શાહે કોરોના સામેની લડાઇ જીતી લીધી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ પ્રધાન અમિત શાહને મધરાત્રે 2 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની આગેવાની હેઠળની એક ટીમ તેમની દેખભાળ હેઠળ છે. ડૉ. ના જણાવ્યાં મુજબ તેમને હળવો તાવ, થાક તેમજ શરીર દર્દની ફરિયાદ હતી.
નોંધનીય છે કે ગઈ 14 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે ખુદ કોરોના નેગેટિવ વિશેની માહિતી ટવીટ કરીને જાહેર કરી હતી. આ પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરના એકાંતમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com