Site icon

ગૃહમંત્રી અમિત શાહ સાંજે 7 વાગે કિસાન નેતાઓને મળશે.. કૃષિ આંદોલન નું કોકળું ઉકેલાવાની આશા…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

08 ડિસેમ્બર 2020

ગૃહમંત્રી અમિત શાહ હવે કૃષિ સુધારા કાયદાને લઈને આંદોલનને કરી રહેલા ખેડૂતો ને મળવા માટે તૈયાર થયાં છે. ગૃહમંત્રી અમિત શાહે 8 ડિસેમ્બર 2020 ના રોજ એટલે કે આજે સાંજે 7 વાગ્યે મળવા ખેડૂત નેતાઓના પ્રતિનિધિમંડળને આમંત્રણ આપ્યું છે. 

આ વાતની પુષ્ટિ કરતાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતે માહિતી આપી છે કે તેઓ ખેડુતોના મુદ્દાઓ પર સાંજે સાત વાગ્યે અમિત શાહને મળશે. 8 ડિસેમ્બરના રોજ ભારત બંધના એલાન આપીને છેલ્લા 13 દિવસથી નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહયાં છે. જોકે આજે દેશના મોટાભાગના રાજ્યોમાં બંધની મિશ્ર અસર જોવા મળી છે.

બીજી તરફ ખેડૂતોએ 4 કલાકના ચક્કાજામ પછી રસ્તાઓ પરથી હટવાનું શરૂ કર્યું છે. ખેડૂતોએ આપેલા ભારત બંધ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલ સાથે વાત કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

ભારત બંધની અસર દેશના ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. રાજસ્થાનના જયપુરમાં આ દરમિયાન બીજેપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ-સામે આવી ગયા છે. ખેડૂતોએ બંધના ભાગરૂપે દિલ્હી-મેરઠ હાઈવેને જામ કર્યો છે. કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 13મો દિવસ છે. જોકે ઘણાં બધાં રાજ્યોમાં બંધથી બહુ ફરક પડ્યો નથી.

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version