Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત બે રાજ્યોમાં વરસાદને પગલે મોટી આફત, અમિત શાહે કરી હાઈ લેવલ મીટિંગ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

4 જુલાઈ 2020 

હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત મુંબઈ તથા દિલ્હી ને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની સાથે તોફાની પવનો ની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શુક્રવારે ચોમાસા અને પૂરની પરિસ્થિતિ પર કામ કરવાની કેટલી તૈયારીઓ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે તેની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે જીવન અને સંપત્તિના નુકસાનને ઘટાડવા માટે એક સુનિયોજિત યોજના બનાવવામાં આવે. 

બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં પંજાબ હરિયાણા અને દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ની સંભાવના છે ત્યારે અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને બંગાળની ખાડીમાં પણ જોરદાર પવન ફૂંકાશે, આથી માછીમારોને આ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે.  ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાના વાર્તારા મુજબ મુંબઈમાં ગઈકાલથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે અને આથી જ કેન્દ્રના નિર્દેશો બાદ એનડીઆરએફની ટીમો વિવિધ ઠેકાણે તેનાત કરી દેવામાં આવી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2YXp4gG

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Kiren Rijiju Regime Change Warning ‘કાન ખોલીને સાંભળી લો, આ ભારત છે બાંગ્લાદેશ નથી’ વિપક્ષી નેતાઓના ‘રિજીમ ચેન્જ’ નિવેદન પર કિરેન રિજિજુની કડક ચેતવણી
Sugarcane Ethanol Procurement Ban હવે શેરડીમાંથી ઇથેનોલ નહીં બને! મોદી સરકારના કડક ફેંસલાથી પેટ્રોલ બ્લેન્ડિંગ અને ખાંડના ભાવો પર શું થશે અસર; જાણો
Terrorist Encounter કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને કર્યા ઠાર
Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
Exit mobile version