Swachh Bharat Mission: ગૃહ મંત્રાલય સ્વચ્છ ભારત અભિયાન માટે પ્રતિબદ્ધ, મંત્રાલયના કર્મચારીઓએ લીધા સ્વચ્છતાના શપથ અને આ અભિયાન હેઠળ કર્યું રોપાઓનું વાવેતર.

Swachh Bharat Mission: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય સ્વચ્છ ભારત અભિયાન માટે પ્રતિબદ્ધ છે. સચિવ (સરહદી વ્યવસ્થાપન) શ્રી રાજેન્દ્ર કુમારે નોર્થ બ્લોકમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતાનો સંકલ્પ લેવડાવ્યો. ગૃહ મંત્રાલયના મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓએ નોર્થ બ્લોક કેમ્પસમાં સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓએ નોર્થ બ્લોક પાર્કમાં 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ રોપાઓનું વાવેતર પણ કર્યું હતું

News Continuous Bureau | Mumbai

Swachh Bharat Mission:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય સ્વચ્છ ભારત અભિયાન માટે કટિબદ્ધ છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ લોકોની સ્વચ્છતા અને સતત સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે સચિવ (સરહદી વ્યવસ્થાપન) શ્રી રાજેન્દ્ર કુમારે નોર્થ બ્લોકમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતાના શપથ ( Cleanliness oath ) અપાવ્યા. 

Join Our WhatsApp Community
Home Ministry Swachh Bharat Abhiyan, Ministry employees took oath of cleanliness and planted saplings under this campaign.

Home Ministry Swachh Bharat Abhiyan, Ministry employees took oath of cleanliness and planted saplings under this campaign.

 

ગૃહ મંત્રાલયના ( Home Ministry ) અધિકારીઓ અને કર્મચારીઓએ નોર્થ બ્લોક પરિસરમાં સ્વચ્છતા માટે શ્રમદાન પણ કર્યું હતું. આ કાર્યક્રમ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા અને લોકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાની દિશામાં ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહેલા અનેક પ્રયાસોમાંનો એક છે. સ્વચ્છતાના સંકલ્પમાં આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા, કચરાના જવાબદાર નિકાલને પ્રોત્સાહન આપવા અને દૈનિક જીવનમાં સાતત્યપૂર્ણ પદ્ધતિઓ અપનાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Home Ministry Swachh Bharat Abhiyan, Ministry employees took oath of cleanliness and planted saplings under this campaign.

આ પ્રસંગે, સચિવ (સરહદી વ્યવસ્થાપન) એ ગૃહ મંત્રાલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સ્વચ્છ ભારત અભિયાનમાં યોગદાન આપવાનું ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલય સ્વચ્છ, ગ્રીન ઇન્ડિયાનાં વિઝન માટે કટિબદ્ધ છે અને પર્યાવરણનાં સંરક્ષણ માટે સ્વચ્છતા, સ્થાયીત્વ અને જવાબદારીને પ્રોત્સાહન આપતી પહેલોમાં સક્રિયપણે સામેલ થવાનું ચાલુ રાખશે.

Home Ministry Swachh Bharat Abhiyan, Ministry employees took oath of cleanliness and planted saplings under this campaign.

આ સમાચાર પણ વાંચો :  Make In India: ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના થયા 10 વર્ષ પૂરા, PM મોદીએ સફળતાની પ્રશંસા કરતા કહ્યું આ..

સ્વચ્છ ભારત અભિયાન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવીને મોટી સંખ્યામાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓએ સફાઇની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને એ સુનિશ્ચિત કર્યું હતું કે ઓફિસ પરિસરમાં સામાન્ય જગ્યાઓ કચરાથી મુક્ત હોય. આ સામૂહિક સ્વચ્છતા અભિયાન પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દરેક વ્યક્તિની જવાબદારી દર્શાવવાના પ્રયાસનું કામ કરે છે.

Home Ministry Swachh Bharat Abhiyan, Ministry employees took oath of cleanliness and planted saplings under this campaign.

પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય પ્રત્યે પોતાનું સમર્પણ દર્શાવતા, ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓએ ‘એક પેડ મા કે નામ’ ( Ek Ped Maa Ke Naam ) અભિયાન હેઠળ નોર્થ બ્લોકમાં સ્થિત ઉદ્યાનમાં મોટી સંખ્યામાં રોપાઓનું ( Tree Planting ) પણ વાવેતર કર્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Bank Holidays: બેંક જતાં પહેલા ચેક કરો, 17થી 23 ઓક્ટોબરની વચ્ચે ક્યારે-ક્યારે છે રજા? જુઓ રાજ્યવાર બેંક રજાઓની સંપૂર્ણ યાદી
Bihar Elections 2025: નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ: ભાજપના ‘ડબલ સિગ્નલ’થી બિહારની રાજનીતિમાં મોટી હલચલ
Exit mobile version