Site icon

NDA માટે હવે ખરો અગ્નિપથ- બિહારમાં સરકાર ગયા બાદ રાજ્યસભામાં મુશ્કેલીઓ વધી- જાણો રાજકીય ગણિત અહીં

News Continuous Bureau | Mumbai

બિહારમાં નીતિશકુમારે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું. હવે તેઓ મહાગઠબંધન સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ સાથે જ એનડીએનું નેતૃત્વ કરી રહેલા ભાજપને રાજ્યસભામાં પણ મોટો ઝટકો લાગ્યો છે. નીતિશકુમારની જેડીયુના રાજ્યસભામાં ૫ સાંસદ છે. જેમાં ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ પણ છે. જાે કે જ્યારે જેડીયુ એનડીએનો ભાગ હતી ત્યારે પણ રાજ્યસભામાં ભાજપ સાથે બહુમત નહતું. છેલ્લા ૩ વર્ષમાં એનડીએનો સાથ છોડનારી જેડીયુ ત્રીજી પાર્ટી છે. આ અગાઉ શિવસેના અને શિરોમણી અકાલી દળે પણ સાથ છોડ્યો હતો. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ પણ એનડીએનો સાથ છોડ્યો હતો. 

Join Our WhatsApp Community

હવે જેડીયુ એનડીએનો ભાગ નથી એટલે ભાજપના નેતૃત્વવાળા એનડીએને રાજ્યસભામાં બિલ પાસ કરાવવા માટે ઓડિશાના બીજુ જનતા દળ, આંધ્ર પ્રદેશના વાયએસઆરસીપી પર મદાર રાખવો પડશે. રાજ્યસભામાં હાલ ૨૩૭ સભ્ય છે. જ્યાં ૮ જગ્યા ખાલી છે, જેમાંથી ૪ જમ્મુ અને કાશ્મીરની, એક ત્રિપુરાની અને ૩ બેઠકો એવી છે જે નોમિનેટેડ  કરવાના બાકી છે. બહુમતનો આંકડો ૧૧૯ છે. એનડીએ પાસે સદનમાં ૧૧૫ સભ્ય છે. જેમાંથી ૫ નામાંકિત અને એક અપક્ષ છે. જેડીયુના ગયા બાદ એનડીએનો આંકડો ૧૧૦ થઈ ગયો. જે બહુમતથી ૯ સભ્ય ઓછો છે. 

 આ સમાચાર પણ વાંચો : તૈયાર રહેજો- હવાઈ મુસાફરી મોંઘી બનશે- કેન્દ્ર સરકારે એરલાઈન્સ કંપનીઓને આપી દીધી આ છૂટ

 સરકાર ચોમાસા સત્ર પહેલા ૩ વધુ સાંસદોને નોમિનેટ કરી શકે છે અને જ્યારે પણ ચૂંટણી થશે ત્યારે ત્રિપુરાની બેઠક પણ ભાજપના ખાતામાં જ જશે. ત્યારે પણ એનડીએના સભ્યોની સંખ્યા વધીને ૧૧૪ સુધી પહોંચી શકશે. જે તે સમયે પણ બહુમત માટે પુરતી નહીં રહે. મહત્વના બિલો પર ભાજપને બીજુ જનતા દળ, અને વાયએસઆરસીપીના સમર્થન પર નિર્ભર રહેવું પડશે. આ પાર્ટીઓના ૯-૯ સાંસદો છે. હહાલમાં જ થયેલી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપને શિરોમણી અકાલી દળ, માયાવતીની બહુજન સમાજ પાર્ટી, ટીડીપી, વાયએસઆરસી અને બીજેડીનું સમર્થન મળ્યું હતું.

જાે એનડીએના આંકડાની વાત કરીએ તો ભાજપના ૯૧ સભ્ય છે. એઆઈએડીએમકેના ૪, એસડીએફના ૧, આરપીઆઈએના ૧, એજીપીના ૧, પીએમકેના ૧, એમડીએમકેના ૧, તમિલ મનીલાના એક, એનપીપીના ૧, એમએનએફના ૧, યુપીપીએલના ૧, આઈએનડીના ૧ અને પાંચ નામાંકિત છે. આ રીતે આંકડો ૧૧૦ સુધી પહોંચે છે. અત્રે જણાવવાનું કે નીતિશકુમાર આજે બપોરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જ્યારે તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે.

 આ સમાચાર પણ વાંચો : મીરા રોડ અને ભાયંદર વચ્ચેનો ટ્રાફિક હવે ઓછો થશે-બીએમસી કરશે બ્રિજ બાંધવાનું કામ

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version