ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર.
કેન્દ્ર સરકારે 21 એપ્રિલથી 16 મે દરમિયાન દરેક રાજ્યને ફાળવવામાં આવેલા રેમડેસીવીર ઈન્જેક્શનના આંકડા જાહેર કર્યા છે, જે અંતર્ગત દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ સમયગાળા દરમિયાન 53 લાખ રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 11.57 લાખ, કર્ણાટક 5.75 લાખ, ઉત્તરપ્રદેશમાં 4.95 લાખ, ગુજરાતમાં 4.19 લાખ, રાજસ્થાનમાં 2.48 લાખ, આંધ્રપ્રદેશમાં 2.35 લાખ, દિલ્હી 2.20 લાખ, તમિલનાડુમાં 2.05 લાખ, અને છત્તીસગઢ અને કેરળમાં 2-2 લાખ રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. બાકીની ફાળવણી દેશના અન્ય રાજ્યોમાં કરવામાં આવી છે.
