ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર
તાઉતે વાવાઝોડું લક્ષદ્વીપની દક્ષિણ દિશામાં વિકસિત થઈ ગુજરાતની પાસે દીવના દરિયાકિનારે ટકરાવા સુધીમાં અંદાજે 1200 કિલોમીટરનું અંતર કાપ્યું.
છેલ્લા બે દાયકામાં અરબ સાગરમાં ઉદભવેલા કોઈ પણ વાવાઝોડાએ આટલું મોટું અંતર કાપ્યું નથી.
તાઉતે વાવાઝોડાએ આ અંતર સાત દિવસમાં કાપ્યું અને પશ્ચિમી તટના તમામ પાંચ રાજ્યો અને બે આઇલૅન્ડમાં ભયંકર તબાહી મચાવી.