Site icon

Supreme Court: પતિ સંકટ સમયમાં સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ બાદમાં તે ધન પત્નીને પરત કરવું પડશેઃ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો..

Supreme Court: પરિણીત મહિલાઓના તેમના સ્ત્રીધન પર અધિકારોને મજબૂત બનાવતા, સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'સ્ત્રીધન' દંપતીની સંયુક્ત સંપત્તિ બની શકે નહીં અને પત્નીની સંપત્તિ પર પતિનું કોઈ નિયંત્રણ નથી.

Husband can use wife's money in times of crisis, but later that money has to be returned to wife Important judgment of Supreme Court.

Husband can use wife's money in times of crisis, but later that money has to be returned to wife Important judgment of Supreme Court.

News Continuous Bureau | Mumbai

Supreme Court: એક પરિણીત યુગલની સંપત્તિ સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે પતિનું તેની પત્નીના ‘સ્ત્રીધન’ (સ્ત્રીની સંપત્તિ) પર કોઈ નિયંત્રણ નથી. 10 વર્ષથી વધુ જૂના આ કેસમાં પોતાના અધિકારો માટે લડવા સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી મહિલાના કેસની સુનાવણી જસ્ટિસ ( Supreme Court justices ) સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચમાં થઈ હતી. પત્નીના ‘સ્ત્રીધન’ પર પતિના નિયંત્રણને લઈને કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. 

Join Our WhatsApp Community

કોર્ટે કહ્યું કે સંકટના સમયે પતિ તેની પત્નીના ( Husband Wife ) સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ બાદમાં પતિએ પત્નિને તેનું ધન પરત કરવી તેની નૈતિક જવાબદારી છે. એક મહિલા પાસેથી તેના પતિ દ્વારા પત્નિના લઈ લીધેલા સોનાના બદલામાં 25 લાખ રૂપિયા પરત કરવાનો પતિને નિર્દેશ આપતા કોર્ટે પોતાના નિર્ણયમાં આ મહત્વનો ચૂકાદો આપ્યો હતો. આ કિસ્સામાં, મહિલાએ દાવો કર્યો હતો કે તેના પરિવારે લગ્ન સમયે તેને 89 સોનાના સિક્કા ભેટમાં આપ્યા હતા. તેમજ લગ્ન બાદ તેના પિતાએ તેના પતિને રૂ.2 લાખનો ચેક પણ આપ્યો હતો.

 Supreme Court: પતિને પત્નિના સ્ત્રીધન પર માલિક તરીકે કોઈ અધિકાર નથી…

મહિલાના કહેવા પ્રમાણે, તેના પતિએ લગ્નની પહેલી રાત્રે જ તમામ દાગીના પોતાના કબજામાં લઈ લીધા હતા. દાગીના સુરક્ષિત રાખવાના નામે તેણે તેની આ દાગીના તેની માતાને આપી દીધા હતા. મહિલાના આરોપ મુજબ, પતિ અને તેની સાસુએ તેમના જૂના દેવાના સમાધાન માટે પત્નિના ઘરેણાંનો દુરુપયોગ કર્યો હતો. મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ ફેમિલી કોર્ટે 2011માં આપેલા નિર્ણયમાં મહિલાના આરોપોને સાચા ગણાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Navi Mumbai: નવી મુંબઈમાં વધુ પાંચ ફ્લેમિંગોના રહસ્યમય રીતે થયા મોત, પક્ષી પ્રેમીઓ વ્યક્ત કરી ચિંતા..

કોર્ટે પતિ અને તેની માતાને આ દુર્વ્યવહારથી થયેલા નુકસાનની ભરપાઈ રુપે રુ. 25 લાખ આપવાનો નિર્દેશ આપ્યો હતો. બાદમાં મામલો કેરળ હાઈકોર્ટમાં ( Kerala High Court ) પહોંચ્યો હતો. અહીં કોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહતને આંશિક રીતે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે મહિલા પતિ અને તેની માતા દ્વારા સોનાના દાગીનાની ગેરરીતિને સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી. જો કે, જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં ( Supreme Court of India ) પહોંચ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્ત્રીધન ( Stridhan ) એ પત્ની અને પતિની સંયુક્ત સંપત્તિ નથી.

પતિને પત્નિના સ્ત્રીધન પર માલિક તરીકે કોઈ અધિકાર નથી. કોર્ટે સ્પષ્ટ ( Supreme Court judgement ) કર્યું છે કે મહિલાને લગ્ન પહેલાં, લગ્ન સમયે કે અલગ થવાના સમયે કે પછી ભેટમાં આપવામાં આવેલી મિલકતો ‘સ્ત્રીધન’ મિલકત છે. આ સ્ત્રીની સંપૂર્ણ સંપત્તિ છે. તેની ઈચ્છા મુજબ તેનો નિકાલ કરવાનો તેને સંપૂર્ણ અધિકાર છે. પતિનું આના પર કોઈ નિયંત્રણ નથી.

 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version