ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
09 મે 2020
પોતાના સ્વાસ્થ્ય વિશે ઉડેલી અફવાઓ દૂર કરવા માટે શનિવારે અમિત શાહે એક ટવીટમાં જણાવ્યું કે "ઘણાં યુઝર્સે મારા સ્વાસ્થ્ય અંગે પાયાવિહોણી અફવા ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે અને કેટલાક લોકોએ મારા નિધન માટે પ્રાર્થના પણ કરી છે" એક નિવેદનમાં અમિત શાહે કહ્યું કે "આ સમયે હું ગૃહ પ્રધાન તરીકેની મારી જવાબદારી નિભાવી રહ્યો છું અને વિશ્વ વ્યાપી કોરોનાવાયરસ રોગચાળા ને લઈ ચિંતિત છું" જ્યારે આ અફવાઓ મારા ધ્યાનમાં લાવવામાં આવી, ત્યારે મેં વિચાર્યું કે હું લોકોને તેમની કલ્પનાઓની મઝા માણવા દઈશ, આથી જ મેં અગાઉ કોઈ પ્રતિક્રિયા આપી નહતી..