Site icon

‘હું વડાપ્રધાન પદનો દાવેદાર નથી’ શરદ પવારે સ્પષ્ટતા કરી; કહ્યું કે, અમે માત્ર વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ

એનસીપી પ્રમુખ શરદ પવારે સોમવારે કહ્યું કે હું માત્ર વિરોધ પક્ષોને એક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું વડાપ્રધાન બનવાની રેસમાં નથી કારણ કે હું આગામી લોકસભા ચૂંટણી લડીશ નહીં. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે વિપક્ષને એવું નેતૃત્વ મળે જે દેશના ભલા માટે કામ કરે.

I am not candidate for PM post, says Sharad Pawar

I am not candidate for PM post, says Sharad Pawar

News Continuous Bureau | Mumbai
એનસીપી અધ્યક્ષે કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પૂણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રામ તકવાલેના નિધન પ્રસંગે આયોજિત શોકસભામાં ભાગ લેવા આવ્યા હતા. અહીં મીડિયા સાથે વાત કરતા તેમણે આ માહિતી આપી હતી.

કર્ણાટકમાં કોંગ્રેસની જીત અંગે શું કહ્યું?

શરદ પવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત માટે રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટક ચૂંટણી પરિણામો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની સફળતાનું સારું ઉદાહરણ છે. લોકો તેમના વિશે ગમે તે કહે, પરંતુ મને ખાતરી છે કે લોકો રાહુલ ગાંધીની વિચારધારાને સમર્થન આપશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ શહેરમાં લવજેહાદનો કેસ પકડાયો. અલ્પ વયની છોકરીને ઉત્તર પ્રદેશ ભગાડવામાં આવી. ભાજપના નેતા કિરીટ સોમૈયા નો દાવો.

સરકાર પર એજન્સીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો

તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાડ્યો હતો કે વિપક્ષની એકતાને ભાંગવા માટે તેમજ પોતાના નિહિત સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકારની યંત્રના નો ઉપયોગ કરી રહી છે.

 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Exit mobile version