Site icon

લોન ફ્રોડ કેસઃ ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર બાદ સીબીઆઈએ હવે આ વ્યક્તિની કરી ધરપકડ.. 

Bombay High Court grants interim bail to Venugopal Dhoot

ICICI Bank Case: ચંદા કોચર પછી હવે આ આરોપીને પણ મળી રાહત, હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન..

News Continuous Bureau | Mumbai

બેંક લોન ફ્રોડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ આ કેસમાં વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે. આ પહેલા ગયા અઠવાડિયે, CBIએ ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેના દીપક કોચરની વીડિયોકોન ગ્રૂપને 3,250 કરોડ રૂપિયાની બેંક લોન આપવાના સંબંધમાં ધરપકડ કરી હતી. આ પછી મુંબઈની વિશેષ અદાલતે બંનેને ત્રણ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમના પર આરોપ છે કે જ્યારે ચંદા કોચર ICICI બેંકના વડા હતા ત્યારે તેમણે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી. તેના બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપની નુ રિન્યુએબલને વીડિયોકોન પાસેથી રોકાણ મળ્યું. 

Join Our WhatsApp Community

2012માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી. જે પાછળથી NPA બની ગયું અને પછીથી તેને “બેંક ફ્રોડ” કહેવામાં આવ્યું. સપ્ટેમ્બર 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દીપક કોચરની ધરપકડ કરી હતી. હકીકતમાં, 2012 માં, ચંદા કોચરની આગેવાની હેઠળની ICICI બેંકે વિડિયોકોન જૂથને 3,250 કરોડની લોન આપી હતી અને છ મહિના પછી વેણુગોપાલ ધૂતની માલિકીની મેસર્સ સુપ્રીમ એનર્જીએ મેસર્સ ન્યુપાવર રિન્યુએબલ્સને 64 કરોડની લોન આપી હતી. જેમાં દીપક કોચરનો 50% હિસ્સો છે.

આ સમાચાર પણ વાંચો: અમદાવાદ – સરળ બનશે ટ્રાન્સપોર્ટ – હવે મેટ્રો અને BRTSથી બહાર નિકળતા લોકોને મળશે ઈલેક્ટ્રીક સ્કૂટર

ICICI બેંક અને વિડિયોકોનના શેરહોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, રિઝર્વ બેંક અને સેબીને પત્ર લખીને વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂત અને ICICI CEO અને MD ચંદા કોચર પર એકબીજાની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ધૂતની કંપની વિડિયોકોનને ICICI બેંક તરફથી રૂ. 3250 કરોડની લોન આપવામાં આવી હતી અને તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચર દ્વારા સંચાલિત વૈકલ્પિક ઊર્જા કંપની નુપાવરમાં રોકાણ કર્યું હતું.

વેણુગોપાલ ધૂતની તરફેણ કરવાનો આરોપ

આરોપ છે કે આ રીતે ચંદા કોચરે વેણુગોપાલ ધૂતને તેમના પતિની કંપની માટે ફાયદો કરાવ્યો હતો. વર્ષ 2018માં આ ખુલાસા બાદ ચંદા કોચરે બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. સીબીઆઈએ અગાઉ ફેબ્રુઆરી 2018માં આ મામલે પ્રાથમિક તપાસ (PE) નોંધી હતી.

વર્ષ 2019માં જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણ સમિતિનો રિપોર્ટ આવ્યો. સમિતિને તેની તપાસમાં જાણવા મળ્યું કે કોચરે વીડિયોકોનને લોન આપવામાં બેંકની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. કોચરની મંજૂરી પર, આ લોનનો કેટલોક ભાગ તેના પતિ દીપકની માલિકીની કંપનીને આપવામાં આવ્યો હતો.

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version