Site icon

 ઓમિક્રોનના ડરથી બુસ્ટર ડોઝ લેવા માટે વિદેશ જઈ રહ્યા છે લોકો, બ્રિટન-અમેરિકા બાદ હવે આ દેશ ટોપ લિસ્ટમાં; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ઉદ્યોગ જગતના લોકોના કહેવા પ્રમાણે તેમને એ વાતની જાણકારી છે કે, તેમની કંપનીના અનેક કર્મચારીઓ ભારતની બહાર બુસ્ટર ડોઝ લેવા માટે યાત્રા કરી રહ્યા છે. લોકો પોતાની ઈમ્યુનિટીને લઈ ચિંતિત છે માટે મેડિકલ એડવાઈઝ બાદ તેઓ વિદેશ યાત્રા કરી રહ્યા છે. એક મોટી કંપનીના ટોચના અધિકારીએ જણાવ્યું કે, તેમના ત્યાં કામ કરતા અનેક કર્મચારીઓ બુસ્ટર ડોઝ લેવા માટે અમેરિકાની યાત્રા કરી ચુક્યા છે.  જે લોકો બુસ્ટર ડોઝ માટે ભારતથી વિદેશ યાત્રા કરી રહ્યા છે તેમના ગમતાં દેશ બ્રિટન અને અમેરિકા છે. જ્યારે ફાઈઝરના એક્સ્ટ્રા ડોઝ માટે દુબઈ પણ જઈ રહ્યા છે. એક કંપનીના સીઈઓએ જણાવ્યું કે, ભારતમાં હજુ સુધી બુસ્ટર ડોઝને લઈ કોઈ ર્નિણય નથી લેવાયો, મને ખબર નથી કે આ કાયદેસર કહેવાય કે ગેરકાયદેસર. પરંતુ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત છે અને પોતાને બચાવવા ઈચ્છે છે માટે કોઈ જાેખમ લેવા નથી માગતા. ફરી એક વખત કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનું જાેખમ વધી રહ્યું છે ત્યારે અનેક દેશ પોતાના નાગરિકોને બુસ્ટર ડોઝ આપી રહ્યા છે. જાેકે ભારતમાં હજુ સુધી આ મામલે કોઈ ર્નિણય નથી લેવાયો ત્યારે એક ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી છે. રિપોર્ટ્‌સ પ્રમાણે ભારતના અનેક લોકો અન્ય દેશમાં જઈને બુસ્ટર ડોઝ લઈ રહ્યા છે. આ લોકોમાં મોટા ઉદ્યોગપતિઓ કે પછી મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરતા લોકોનો સમાવેશ થાય છે.

વિશ્વ પર ઓમિક્રોનનો સંકજાે ધીમે ધીમે મજબૂત થતો જાય છે

ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં પાંચ લોકોને ઓમિક્રોન વેરિઅન્ટથી સ્થાનિક રીતે ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ઓમિક્રોનનાના ફેલાવાની પુષ્ટિ કરતા ન્યુ સાઉથ વેલ્સના મુખ્ય આરોગ્ય અધિકારી કેરી ચાંટે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૫ કેસ મળી આવ્યા છે અને તેમની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. તે જાણીતું છે કે ઓસ્ટ્રેલિયાએ પણ પાંચથી ૧૧ વર્ષની વયના બાળકો માટે ફાઈઝરની કોરોના રસીને મંજૂરી આપી છે. બ્રિટનની વાત કરીએ તો અહીં ઓમિક્રોન વેરિઅન્ટના વધુ ૮૬ કેસ નોંધાયા છે. આ સાથે આ સંખ્યા વધીને ૨૪૬ થઈ ગઈ છે. બગડતી પરિસ્થિતિનો સામનો કરવા માટે બ્રિટને ફરીથી અન્ય દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ કરાવવો ફરજિયાત છે. આ રિપોર્ટ પ્રવાસની શરૂઆતના ૪૮ કલાકની અંદર થવો જાેઈએ. આ સિવાય અન્ય ઘણા દેશોએ પણ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.કોરોના વાયરસના નવા પ્રકાર ‘ઓમિક્રોન’નો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ પ્રકાર કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બ્રિટનમાં એક જ દિવસમાં ૫૦ ટકા કેસ વધી ગયા છે. ત્યારે તેનો ચેપ એટલે કે ફેલાવો પણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં શરૂ થયો છે. બંને દેશોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘણા કડક પગલાં લીધા છે. તમને જણાવી દઈએ કે ભારતમાં પણ કોરોનાના આ નવા સ્વરૂપના કેસ સામે આવવા લાગ્યા છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ના ડિરેક્ટર રોશેલ વેલેન્સકીએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ ઓછામાં ઓછા ૧૫ રાજ્યોમાં ફેલાયો છે. તેમાં કેલિફોર્નિયા, કોલોરાડો, કનેક્ટિકટ, મેરીલેન્ડ, મેસેચ્યુસેટ્‌સ, મિનેસોટા, મિઝોરી, ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક, પેન્સિલવેનિયા, વોશિંગ્ટન અને વિસ્કોન્સિનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ તેમ છતાં ડેલ્ટા વેરિઅન્ટ સૌથી વધુ લોકોને સંક્રમિત કરી રહ્યું છે. યુએસમાં એક દિવસમાં લગભગ ૯૦ હજારથી એક લાખ નવા કેસ મળી રહ્યા છે. જેમાંથી ૯૯.૯ ટકા ડેલ્ટા વેરિઅન્ટના છે. ન્યૂયોર્ક હેલ્થ કમિશનર મેરી બેસેટે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટને લઈને જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. અમે તેને સાચી ઠરી હોવાનું જાેઈ રહ્યા છીએ. તેનું સામુદાયિક સંક્રમણ શરૂ થતું જણાય છે. યુએસએ અન્ય દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓ માટે એક દિવસ પહેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ હોવો ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા પહેલાથી જ કોરોનાથી ખૂબ પ્રભાવિત છે. આ માટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને જવાબદાર માનવામાં આવે છે.

 

આખરે નાગાલેન્ડમાં શું થયું હતું? ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપ્યો આ જવાબ; જાણો વિગતે 

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version