Site icon

દુનિયાને ભણતરની શિખામણ આપતો આ શિક્ષણ સમ્રાટ, ટેક્સ ચોરી મામલે પકડાયો…. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 ઓગસ્ટ 2020

સર્વિસ ટેક્સ ચોરીના કેસમાં 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાનિંગ મેનેજમેન્ટ' (આઈઆઈપીએમ) ના ડિરેક્ટર અરિંદમ ચૌધરી અને તેમની કંપનીના બીજા ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આશરે 23 કરોડ રૂપિયાના ક્રેડિટ સર્વિસ ટેક્સના 'સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ' ના કથિત દાવાની ચૂકવણી નહીં કરવા બદલ, ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.

એક અહેવાલ મુજબ તેને પટિયાલા હાઉસ કોર્ટના ડ્યુટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે તેને 14 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તેમના ઉપર 22.5 કરોડથી વધુની કરચોરી અને બેલેન્સશીટમાં કપટપૂર્વક આવક છુપાવવાનો આરોપ છે. કરચોરી ની ઘટના સામે આવ્યા બાદ ચૌધરી અને તેના સાથીઓની દિલ્હી, તેમજ દેશના અન્ય શહેરો અને વિદેશની મિલકતોની તપાસ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ અરિંદમનો આ કંપનીમાં 90 ટકા હિસ્સો છે, જેમાં ગરબડ કરવામાં આવી રહી છે.  જ્યારે બાકીનો 10 % હિસ્સો તેની પત્નીનો છે. જણાવી દઈએ કે અરિંદમ ચૌધરીની અગાઉ 14 માર્ચે, બનાવટી મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version