ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
ભારતમાં આગામી વર્ષોમાં રેલવે પ્રવાસ વધુ સુવિધાજનક અને સમયની બચત કરનારનો બની રહેવાનો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કરતી વખતે 400 “વંદે ભારત એક્સપ્રેસ” ની જાહેરાત કરી હતી. “વંદે ભારત એક્સપ્રેસ” આગામી ત્રણ વર્ષમાં દોડાવવાની યોજના છે.
પીએમ ગતિશક્તિ યોજના દ્વારા એક્સપ્રેસ હાઈવેના વિકાસ કરવાનું ધ્યેય રહેશે, તેની પાછળ 25,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આનાથી મુસાફરીનો સમય ઘટશે અને ઇંધણનો વપરાશ ઘટશે.
લોકસભામાં કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, “આગામી ચાર પ્રાથમિકતાઓ નક્કી કરી છે. આગામી 3 વર્ષમાં, 100 PM સ્પીડ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે. તે સિવાય નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે દેશમાં મેટ્રો નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક પડકારોનો સામનો કરી રહી છે પરંતુ આ સ્થિતિમાં પણ ભારતે કોરોના મહામારીના પડકારોનો સામનો કર્યો છે.
