Site icon News Continuous Bureau | Mumbai

જૂન મહિનામાં દૈનિક ૪૫ લાખ લોકોની કોરોના ટેસ્ટ કરવામાં આવશે, જાણો વિગત;શું છે પ્લાન…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

દેશમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ટેસ્ટિંગને લઈને નવો પ્લાન બનાવ્યો છે. એ અનુસાર જૂન મહિનાથી દરરોજ દેશમાં ૪૫ લાખ ટેસ્ટ કરવાનો કેન્દ્ર સરકારનો પ્લાન છે, પરંતુ ICMRએ આ વખતે રૅપિડ એન્ટિજેન ટેસ્ટ પર વધુ ભાર આપ્યો છે. હાલ દેશમાં દરરોજ ૧૬-૨૦ લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ICMRના DG ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું હતું કે “RTPCR મોટાં શહેરોમાં શક્ય છે કારણ કે ત્યાં લૅબ ઉપલબ્ધ છે. ફીલ્ડ અને ગ્રામીણ વિસ્તારમાં એન્ટિજેન પરીક્ષણ પર ભાર મૂકવામાં આવે છે, કારણ કે પરિણામ ૧૫ મિનિટમાં જ મળી જાય છે.તેમણે ઉમેર્યું હતું કે જૂન મહિનામાં દરરોજ ૪૫ લાખ પરીક્ષણો કરવાની યોજના છે. જે બદલ રૅપિડ એન્ટિજેન ટેસ્ટ પર ભાર મૂક્યો છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે રૅપિડ ટેસ્ટ માટે બૂથ બનાવવામાં આવે, જ્યાં ૨૪ કલાક પરીક્ષણ થઈ શકે. દસ ગામ વચ્ચે એક વેન હોવી જોઈએ જેના દ્વારા આ પ્રકારના ટેસ્ટ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ૪૫ લાખમાંથી ૧૮ લાખ RTPCR તો ૨૭ લાખ એન્ટિજેન ટેસ્ટકરવાની સરકારની યોજના છે. ૪૧ કંપનીઓને એન્ટિજેન ટેસ્ટ કિટ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ હવે હોમ ટેસ્ટિંગનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે. હવે બજારમાંથી કિટ ખરીદી, ઍપ્લિકેશન ડાઉનલોડ કરી, સૂચનાઓ વાંચી અને પરીક્ષણ કરવાનું રહેશે. ત્યાર બાદ વિગતો પર ક્લિક કરો અને મોબાઇલ ફોન ઍપ્લિકેશનમાં માહિતી આપો.

Surya Kiran Air Show ઐતિહાસિક ક્ષણ સૂર્યકિરણ એરોબેટિક ટીમે પહેલી વાર મેરઠના આકાશમાં કર્યા અદભુત કરતબો, ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલટોએ જમાવ્યો રંગ!
DoT Telecom Fraud Warning તમારા આધાર પર કેટલા સિમ એક્ટિવ છે? DoT ની ચેતવણી વચ્ચે ‘સંચાર સાથી’ પોર્ટલ પર ચકાસણીની તાકીદ; નકલી ઓળખકાર્ડ વાપરનારા હવે નહીં બચે
Rahul Gandhi In Contact With Mamata Banerjee મોટા રાજકીય ઉલટફેરના સંકેત મમતા બેનર્જીના સંપર્કમાં રાહુલ ગાંધી; પડદા પાછળ ચાલી રહી છે મોટી રણનીતિ!
Delhi SIR Notice To VIPs દિલ્હીમાં વીઆઈપી નેતાઓને કેમ આવી રહ્યા છે નોટિસ? એસઆઈઆર પ્રક્રિયા વચ્ચે વિદેશ મંત્રી જયશંકરથી લઈને અડવાણી સુધીના નામો સામે આવ્યા
Exit mobile version