Site icon News Continuous Bureau | Mumbai

370 બાદ કાશ્મીરમાં સંપૂર્ણ શાંતી, માનવાધિકારનું હનન બ્લુચીસ્તાનમાં થાય છે. UN માં ભારતે પાકને ઉઘાડું પાડ્યું

India abstains in U.N. vote underscoring need for just, lasting peace in Ukraine

'રશિયા યુક્રેનમાથી નીકળે બહાર', સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુદ્ધ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, ભારત સહિત આટલા દેશો મતદાનથી રાખી દુરી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

16 જુન 2020

ગયા વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યુ છે, ત્યારબાદથી પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. જે અંગે ભારતે જીનીવા ખાતે UN માં વિરોધ નોંધાવ્યો છે. ભારતના સ્થાઈ પ્રતિનિધિ સેંથિલ કુમારે કહ્યું કે, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે.. ભારતે UNHRC ના 43 માં સત્રમા કહ્યું કે – પાકિસ્તાન, દક્ષિણ એશિયાનો એકમાત્ર એવો દેશ, જ્યાં સરકાર નરસંહાર કરાવે છે.. પાકિસ્તાનને કોઈની પર પણ આરોપ લગાવતા પહેલા પોતાની અંદર એક ડોકિયું કરી લેવું જોઈએ. 

આ સાથે જ ભારતે પાકિસ્તાન ને સાફ શબ્દોમાં કહ્યું કે, બલૂચિસ્તાનમાં મોટા પાયે લોકો ઉપર હિંસા થઈ રહી છે. આ હિંસા સરકાર તરફથી જ કરાવાઈ રહી છે. લોકોને સ્થાનીક જગ્યા છોડવા માટે મજબૂર કરાઈ રહ્યા છે. ત્યાં મિલેટ્રી કેમ્પ્સ અને ડિટેન્શન સેન્ટર કામ કરી રહ્યા છે. કોર્ટમાં રહેલા કેસ સાથે જોડાયેલા લોકોની હત્યા થઈ રહી છે. આ બધુ થઈ રહ્યું હોવા છતા ભારત પર આરોપ લગાવવો ચિંતાની વાત છે.

 જ્યારે ગત વર્ષે ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાની કોઈ ખરાબ અસર થઈ નથી. ઉલટાનું લોકોએ કાશ્મીરમાં શાંતિ વ્યવસ્થા બગડાવા માટે પાકિસ્તાનના પ્રયાસો વિરુદ્ધ રેલીઓ કાઢી હતી. 

આમ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાની પાકિસ્તાનની ચાલ સંયુક્ત રાષ્ટ્ર માં ઊંઘી પડી ગઈ છે….

Weak Monsoon El Nino Food Inflation આવનારા દિવસો પડશે વધુ ભારે નબળું ચોમાસું અને અલ નીનો વધારશે મુશ્કેલી, ખાદ્ય ચીજવસ્તુઓ વધુ મોંઘી થવાની વકી
Delhi Airport Security Lapse દિલ્હી એરપોર્ટ પર મોટી સુરક્ષા ચૂક ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના જ બહાર નીકળી ગયા ૩ વિદેશી નાગરિકો
DRI Operation Deep Manifest ‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ DRI નો મોટો સપાટો ૩૬૨ મેટ્રિક ટનથી વધુ પાકિસ્તાની મૂળની સૂકી ખારેક જપ્ત
PM Modi Semicon India 2026 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬નું કરશે ઉદ્ઘાટન પાંચમી આવૃત્તિમાં ગ્લોબલ ચિપ મેકર્સનું થશે મહાસંમેલન
Exit mobile version