ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દરબાર દિવસે બમણી થઇ રહી છે. આ ઉપરાંત દૈનિક ધોરણે દર્દીઓની વધવાની સંખ્યા ૧૭ ટકા છે. આ આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે મહિનાના અંત સુધીમાં ભારત દેશમાં પ્રતિદિન પાંચ લાખથી વધુ કોરોના ના દર્દીઓ હશે. આ સાથે જ મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જે આંકડાઓ પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી એવું લાગી રહ્યું છે કે મહિનાના અંત સુધીમાં પ્રતિદિન ૩૦૦૦ થી ૬૦૦૦ લોકો કોરોના થી મૃત્યુ પામશે.
આમ ભારત દેશમાં ઊંડે સુધી કોરોના ફેલાઈ ગયો છે.