Site icon

લો બોલો! હવે કેન્દ્ર સરકારે જાતિ અને આવકને પણ આધાર કાર્ડ સાથે જોડવાની બનાવી યોજના. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

દેશમાં હવે આધાર કાર્ડ એક મહત્ત્વનો ઓળખપત્ર બની ગયો છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કરી નાખ્યું છે. હવે cને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરકારે યોજના બનાવી છે.

Join Our WhatsApp Community

બહુ જલદી દેશના અમુક રાજ્યોમાં તેને અમલમાં મુકવામાં આવે એવી શક્યતા છે. તેનાથી સરકારને એક ઓટોમેટિક વેરિફિકેશન સિસ્ટમ બનાવવામાં મદદ મળશે. આધાર કાર્ડ જાતિ અને આવક પ્રમાણપત્ર સાથે લિંક થવાથી જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે એવો સરકારનો દાવો છે.

આ સમાચાર પણ વાંચો : સંસદમાં 20 વર્ષ પછી અચાનક ગુંજ્યો ગોધરા કાંડનો મુદ્દો, RJD સુપ્રીમો લાલુ પ્રસાદ પર થયા આ આક્ષેપ; જાણો શું સમગ્ર મામલો 

મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ સરકાર જાતિ અને આવક પ્રમાણપત્રને આધાર સાથે લિંક કરીને સૌથી પહેલા પછાત જાતિઓના વિદ્યાર્થીઓને તેમના ખાતામાં સ્કોલરશીપ આપશે. તેનો ફાયદો 60 લાખ વિદ્યાર્થીઓને થશે. આધાર સાથે લિંક થવાથી ઓટોમેટિક વેરિફિકેશન સિસ્ટમની મદદથી સરકાર લાભાર્થી સુધી પહોંચી શકશે.

આ યોજના સરકાર સૌ પ્રથમ રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં કરવા માંગે છે. આ રાજ્યોમાં જાતિ અને આવકના પ્રમાણપત્ર સાથે જોડવાનું કામ લગભગ પૂરું થવા આવ્યું હોવાનું કહેવાય છે.

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version