ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 ફેબ્રુઆરી 2021
હાલ ઉત્તર મુંબઈ એટલે કે બોરીવલી, કાંદિવલી અને મલાડ માં ખંડણીખોરો નો ત્રાસ ગણો વધી ગયો છે. વાત એમ છે કે જે ઘરમાં રિપેરિંગ ચાલતું હોય ત્યાં મુંબઈ મહાનગરપાલિકા નું આઇડી કાર્ડ દેખાડીને પોતે પાલિકા કર્મચારી હોવાનો દાવો કરીને સામાન્ય મુંબઈકર ને હેરાન કરવામાં આવી રહ્યા છે. બાંધકામ માટે પરવાનગી છે કે કેમ? કર્મચારીઓએ માસ્ક પહેર્યા છે કે કેમ? ઘરની બહાર સામાન કેમ પડ્યો છે? આવા પ્રકારના પ્રશ્નો પૂછીને રીપેર કરાવનાર ની પાસેથી પૈસા પડાવવામાં આવે છે.
આ તોડ પાણીમાં મુંબઈ મહાનગર પાલિકાના કર્મચારીઓ પણ સામેલ છે.
ન્યૂઝ કંટીન્યૂઝ ની ટીમ દ્વારા તપાસ કરતાં ખબર પડી છે કે મુંબઈ મહાનગરપાલિકાએ માર્શલ રાખવાના બહાને તોડ-પાણી કરનારાઓને આઇડી કાર્ડ આપી દીધા છે. આ તમામ લોકો સ્વચ્છતાના પહેરેદાર બનીને ઠેકઠેકાણે ફરે છે. તેમજ લોકો પાસેથી બસો પાંચસો રૂપિયાથી માંડીને હજારો રૂપિયાનો તોડ કરી નાખે છે.
જોવાની વાત એ છે કે આ રીતે પૈસા વસુલ નારાઓ પર મુંબઈ મહાનગરપાલિકા ના અધિકારીઓ કોઈ પગલાં નથી લઇ રહ્યા. જેને કારણે પાલિકાની છબી ખરાબ થઈ રહી છે.
