Site icon

ચીની સૈનિકોને ધુળ ચટાવનારા ITBPના જવાનોનું કરાશે સન્માન, સ્વતંત્રતા પર્વ નિમિત્તે કુલ આટલા જવાનોને મળશે વીરતા પુરસ્કાર: જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

દેશના 75મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે 1380 પોલીસ મેડલ આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના 23 જવાનો પણ સામેલ છે. 

આ પૈકીના 20 જવાનો ગયા વર્ષે ગલવાન ખીણમાં ચીની સેના સાથે થયેલા સંઘર્ષમાં સામેલ હતા. ચીનને ધૂળ ચટાવનારા આ જવાનોને વીરતા પદક આપવામાં આવનાર છે.

આઈટીબીપીનુ કહેવુ છે કે, જવાનોને બહાદુરી માટે અત્યાર સુધીમાં અપાયેલા આ સૌથી વધારે વીરતા પદક છે. 

ગત 15-16 જૂન,2020ની રાતે ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા.  

જોકે તેની સામે ભારતીય જવાનોએ ચીનને યાદ રહી જાય તેવો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ જવાનોમાં આટીબીપીના જવાનો પણ સામેલ હતા. 

વીરતા માટે 628 મેડલ, વિશિષ્ટ સેવા માટે 88 મેડલ અને પ્રશંસનીય સેવા માટે 662 પોલીસ મેડલ આપવામાં આવશે.

આ પૈકી સૌથી વધારે 256 મેડલ જમ્મુ કાશ્મીર પોલીસના ફાળે ગયા છે, સીઆરપીએફને 151, આઈટીબીપીને 23, ઓરિસ્સા પોલીસને 67, મહારાષ્ટ્ર પોલીસને 25 અને છત્તીસગઢ પોલીસને 20 મેડલ આપવામાં આવનાર છે.

વીર જવાનોને 15 ઓગસ્ટ પહેલા મળી મોટી સફળતા: જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસ પરના હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, જૈશના આટલા આતંકવાદીની કરી ધરપકડ

PM Modi: 2023 બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત લેશે આ રાજ્યની મુલાકાત, સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા થઇ અત્યંત કડક
Physiotherapist: આરોગ્ય સેવા મહા નિદેશાલય નો મહત્વનો આદેશ, જાણો કેમ હવે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડોક્ટર નહીં લખી શકે
Indian Navy: ભારતીય નૌકાદળની તાકાતમાં થયો વધારો, યુદ્ધ જહાજ પર પહેલું 3D એર સર્વેલન્સ રડાર કાર્યરત, જાણો તેની ખાસિયત
Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
Exit mobile version