Site icon

અરેરે….! ભૂલથી ભારતમાંથી છૂટેલ મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી, સરકારે ટેકનિલ ખામી ગણાવી ખેદ વ્યક્ત કર્યો, આપ્યો આ આદેશ

Value of defence production crosses Rs 1 lakh crore mark in FY 2022-23

સંરક્ષણ ઉત્પાદનના મોરચે ભારતની મોટી સફળતા, પહેલીવાર અધધ આટલા લાખ કરોડને પાર.. PM મોદીએ કરી પ્રશંસા

News Continuous Bureau Mumbai 

આજના જમાનામાં જો આપણે પાડોશીના ઘરમાં ભૂલથી કચરો ફેંકીએ તો બબાલ થઈ જાય અને જો ભૂલથી બાળકોએ પાડોશીના ઘરમાં પથ્થરો ફેંકી દીધો હોય તો પણ બબાલ થઈ જતી હોય છે પરંતુ 9મી માર્ચે ભારતમાંથી છોડવામાં આવેલ એક મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ પાકિસ્તાને આક્ષેપ કર્યો છે કે ભારતની આ ભૂલ કે જાતે કરીને કરવામાં આવેલ કૃત્યને પગલે જાહેર સંપત્તિને નુકસાન થયું છે.

Join Our WhatsApp Community

હકીકતમાં વાત એમ છે કે ગત 9 માર્ચના રોજ ભારતમાંથી એક મિસાઈલ ભૂલથી ફાયર થઈ અને તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જઈને પડી. તેના પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો અને ભારતે આ ગંભીર મુદ્દાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે.

આ સમાચાર પણ વાંચો : પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસનું મંથન ચાલુ, આવતીકાલે આટલા વાગ્યે યોજાશે CWCની બેઠક; જાણો વિગતે

આ તમામની વચ્ચે રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયુ છે કે, મિસાઈલમાં એક ટેકનિકલ ખામી હતી, જેને લઈને આવું થયું છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મિસાઈલનું રૂટીન મેંટનેસ કરવામાં આવી રહ્યું હતું, પણ ટેકનિકલી ખામીના કારણે તેને અચાનક ઉડાન ભરી અને પાકિસ્તાનમાં જઈને પડી. આ ઘટના પર રક્ષામંત્રાલયે ઉંડા ખેદની લાગણી વ્યક્ત કરી છે. 

વધુમાં મંત્રાલયે કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે હાઈ લેવલ કોર્ટ ઓફ ઈન્કવાયરી બેસાડવામાં આવી છે. ડિફેન્સ મિનિસ્ટ્રીએ કહ્યું કે, 9 માર્ચે મિસાઈલ રૂટિન મેંટનેસ દરમિયાન ટેકનિકલ ખામીના કારણે મિસાઈલ અચાનક ફાયર થઈ ગઈ હતી. ભારતે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે. આ જાણવા મળ્યું છે કે, આ મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી હતી. જે અત્યંત દુઃખદ ઘટના છે, પણ રાહતની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈનું મોત નથી થયું. સમગ્ર મામલાની જાણકારી રાખનારા લોકોનું કહેવું છે કે, સરકાર આ મામલામાં તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version