ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
કોરોનાની વિરુદ્ધ ભારતે એ સફળતા મેળવી છે જેની રાહ મહિનાઓથી જોવાતી હતી.
એક દિવસમાં એક કરોડથી વધારે કોરોનાની રસી લગાવીને ઈતિહાસ રચવામાં આવ્યો છે.
કોવિન વેબસાઇટ અનુસાર, શુક્રવારે રસીના 1,00,64,032 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાની રસીના 62,17,06,882થી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે
રેકોર્ડ રસીકરણ પર ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રસીકરણ અભિયાન સાથે જોડાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા છે. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ટોપના વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને 1 કરોડ રસી લગાવીને સફળતાને બિરદાવી છે.
