Site icon News Continuous Bureau | Mumbai

India Bangladesh Relation : શું શેખ હસીના સ્વદેશ પરત ફરશે? બાંગ્લાદેશ સરકારના પત્ર પર MEAએ આપ્યો આ જવાબ…

India Bangladesh Relation : વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ગયા અઠવાડિયે વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે બાંગ્લાદેશ તરફથી શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરતો પત્ર મળ્યો છે. આનાથી આગળ કશું કહેવાનું નથી. બાંગ્લાદેશમાં લઘુમતીઓની ધરપકડ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, બાંગ્લાદેશમાં જે પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે, ત્યાં જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમને ન્યાયી સુનાવણીની તક મળવી જોઈએ.

India Bangladesh Relation Bangladesh presses for Sheikh Hasina’s extradition, India remains non-committal

India Bangladesh Relation Bangladesh presses for Sheikh Hasina’s extradition, India remains non-committal

News Continuous Bureau | Mumbai 

 India Bangladesh Relation : પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડી ગયા બાદ પૂર્વ વડાપ્રધાને ભારતમાં આશરો લીધો છે. હાલમાં બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર છે. વચગાળાની સરકારે ભારત સરકારને પત્ર લખીને શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે. દરમિયાન વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં બાંગ્લાદેશ સરકાર દ્વારા પત્ર મોકલવા અને પ્રત્યાર્પણ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Channel

 India Bangladesh Relation : ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપવાનો ઇનકાર 

બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં એક અદાલતે સંહિતા સનાતની જાગરણ જોટના પ્રવક્તા અને પૂર્વ ઇસ્કોન નેતા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.ચિત્તાગોંગ કોર્ટમાં સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષે કોર્ટને કહ્યું હતું કે આ દેશદ્રોહનો કેસ છે જેમાં આજીવન કારાવાસની મહત્તમ સજા છે અને તેઓ જામીનનો વિરોધ કરી રહ્યા હતા કારણ કે કેસની તપાસ ચાલી રહી હતી. રાજ્યએ કોર્ટને જામીન ન આપવા વિનંતી કરી છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા નું ફરી એકસાથે આવવું મુશ્કેલ, પણ અસંભવ નથી? જાણો અચાનક કેમ વહેતી થઇ અટકળો.. 

 India Bangladesh Relation : શેખ હસીનાના પ્રત્યાર્પણનો કેસ?

મહત્વનું છે ગત મહિને બાંગ્લાદેશે એક રાજદ્વારી નોંધમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી હતી. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે 2013માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી પ્રત્યાર્પણ સંધિ અનુસાર તે ભારત પાસેથી શેખ હસીનાની માંગણી કરી રહ્યું છે કારણ કે તેની સામે ઘણા અપરાધિક કેસ પેન્ડિંગ છે. જો કે, પ્રત્યાર્પણ સંધિની શરતો હેઠળ, જો કોઈ વ્યક્તિને રાજકીય કારણોસર પ્રત્યાર્પણ કરવાનું કહેવામાં આવે, તો અન્ય દેશ આમ કરવા માટે બંધાયેલા રહેશે નહીં.

 

Onion Price Hike રસોડાનું બજેટ ખોરવાયું ડુંગળી ₹૮૦ પાર, શું સરકાર મોંઘવારી રોકવામાં નિષ્ફળ રહી? જુઓ નવી યાદી
Nepal Flood Update નેપાળમાં લાશોના ઢગલા, તિબેટમાં ‘ઓલ ઇઝ વેલ’નો દાવો… શું ચીન પૂરની ભયાનક વાસ્તવિકતા છુપાવી રહ્યું છે?
PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Exit mobile version