પરમાણુ શસ્ત્રોની બાબતમાં ભારત તેના પ્રતિસ્પર્ધીઓ ચીન અને પાકિસ્તાન કરતાં પાછળ છે. તેમ છતાં યુદ્ધ થાય તો ભારત બંને દેશોનો એક સાથે સામનો કરવાની ભરપૂર ક્ષમતા ધરાવે છે.
આ વર્ષે ભારતે 6 નવા અણુ બોમ્બ બનાવ્યા છે. ભારત સાથે પરમાણુ શસ્ત્રોની કુલ સંખ્યા હવે વધીને 156 થઈ ગઈ છે.
પરમાણુ શસ્ત્રોથી સજ્જ આઈએનએસ અરિહંતમાં માત્ર એક જ એસએસબીએન (શિપ, સબમરીન, બેલિસ્ટિક, ન્યૂક્લિયર) છે, જે ૧૫ મિસાઈલ સાથે ૭૫૦ કિ.મી.ની પ્રહાર ક્ષમતા ધરાવે છે.
આ આંકડા તાજેતરમાં જ દુનિયાભરના પરમાણુ શસ્ત્રો પર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા સિપ્રીના વાર્ષિક અહેવાલમાં સામે આવ્યા છે.
મમતા બેનરજીએ પ્રશાંત કિશોર ને એક નવી જવાબદારી સોંપી. જાણો શું કામ આપ્યું?