ભારત સરકારે ન્યુઝીલેન્ડનાં જાણીતા યુટયુબર કોર્લ રોકને વીઝા માપદંડોનાં પાલન ન કરવા બદલ એક વર્ષ માટે પ્રતિબંધિત કરાયા છે.
કાર્લ રોક પર ટુરીસ્ટ વીઝાના નામે કારોબાર કરવાનો આરોપ છે. જેને પગલે સરકારે એક વર્ષ માટે તેમનું નામ બ્લેકલિસ્ટમાં નાખી દીધું છે.
જોકે કાર્લ રોકે આ મામલે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિકા અર્ડનને પણ અપીલ કરીને એક ઓનલાઈન કેમ્પેન પણ શરુ કર્યું છે.
આ ઉપરાંત સરકારના આ નિર્ણય સામે તેની પત્નીએ દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન કરી છે.
જેમાં કહેવાયું છે કે, કાર્લ 2013થી ભારત આવે છે. તેની પાસે ન્યૂઝીલેન્ડ અને ભારત એમ બંને દેશોની નાગરિકતા છે.