ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
20 જાન્યુઆરી 2021
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા વખતથી સતત વધારો નોંધાઈ રહ્યો છે. સરકારનો તેમાં કોઇ હસ્તક્ષેપ નથી કારણ કે આ ભાવ આંતરરાષ્ટ્રીય પ્રવાહો પ્રમાણે નક્કી થાય છે. જોકે સરકારી ટેક્સ કેટલા બધા છે કે સસ્તું પેટ્રોલ મોઘું થઈ જાય છે.
બીજી તરફ ઓપેક દેશોએ એટલે કે ઓઈલ ઉત્પાદક દેશો એ તેલનું ઉત્પાદન ઘણું ઓછું કરી નાખ્યું છે. દૈનિક ૧૦ લાખ બેરલ અને તેલ નું ઉત્પાદન હવે ઘટાડવામાં આવ્યું છે. આ આંકડો માત્ર સાઉદી અરેબિયા નો છે. આ સિવાય તેલ ઉત્પાદક અન્ય દેશોએ પણ પોતાનું તેલ ઉત્પાદન ઘટાડયું છે. આ કારણથી બજારમાં તેલના સપ્લાયની અછત સર્જાતા ભાવ વધ્યા છે.
ભારતના પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને આ સંદર્ભે પોતાનો વિરોધ નોંધાવતા કહ્યું કે ઓપેક દેશોનું આ પગલું આવકારદાયક નથી.
