Site icon

લદ્દાખ બોર્ડર પાસેથી પકડાયેલા ચીની સૈનિકને ભારતે પરત સોંપ્યો.. જાણો વિગતે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

21 ઓક્ટોબર 2020

ભારત-ચીન વચ્ચે એલએસી પર તણાવ ચાલુ છે આ બધાની વચ્ચે બે દિવસ પહેલા એક ચીની સૈનિક ભારતની સરહદમાં ઘૂસી આવ્યો હતો. જેને સેનાએ પકડી લીધો હતો. ચીનનો સૈનિક પૂર્વ લદ્દાખના ચુમાર ડેમચોક વિસ્તારમાંથી ઝડપાયો હતો. મંગળવારે મોડી રાતે ચુશૂલ મોલડો મીટિંગ પોઇન્ટ પર તે ચીનને પરત સોંપવામાં આવ્યો હતો. પૂર્વ લદ્દાખ ના ડેમચોક વિસ્તારમાંથી 19 ઓક્ટોબરે ચીનના સૈનિક પકડાયો હતો. તે ભૂલથી એલએસી પાર કરીને ભારતીય સરહદમાં ઘૂસી આવ્યો હતો. દરમિયાન, ભારતીય સેનાએ ચીની સૈનિકને ઠંડા વાતાવરણથી બચાવવા માટે તબીબી સહાયની સાથે ખોરાક, પીવા અને ગરમ કપડાં આપ્યા હતા.

મંગળવારે રાત્રે લદ્દાખ વિસ્તારમાં પકડાયેલા તે ચીની સૈનિકને ભારતે ચીનને પરત સોંપી દીધો છે. ચીની સેનાને તેના ગુમ થયેલા સૈનિકને પરત આપવા વિનંતી કરવામાં આવી હતી. જે બાદ ભારતીય અધિકારીઓએ પ્રોટોકોલ હેઠળની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેને ચીનને પરત સોંપી દીધો હતો. 

આપને જણાવીએ કે ભારતીય અને ચીની સૈનિકો મે મહિનાના પહેલા અઠવાડિયા પછી થી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. 

નોંધનીય છે કે જૂનમાં, લદ્દાખની ગાલવાન ઘાટીમાં બંને સૈન્ય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. હિંસક અથડામણમાં ડઝનેક ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. તે જ સમયે, પેંગોંગ ત્સોમાં બંને પક્ષો વચ્ચે એકથી વધુ વખત એર શોટ દોડવાની ઘટનાઓ પણ બની છે. આ સમય દરમિયાન, ભારત અને ચીન વચ્ચે ઘણી કમાન્ડર કક્ષાની વાટાઘાટો પણ થઈ છે, જે લગભગ દરેક વખતે નિષ્ફળ ગઈ છે.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version