News Continuous Bureau | Mumbai
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે સરહદી વિવાદ સહિતના વિવિધ મુદ્દે ત્રણ કલાક સુધી વાતચીત થઈ હતી.
ભારતના વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે એલએસીનો વિવાદ ઉકેલાશે નહીં ત્યાં સુધી ભારત-ચીન વચ્ચે સંબંધો સામાન્ય થશે નહીં.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે પણ ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી. દોભાલે વિવાદિત સ્થળોએ સૈન્યને પાછું ખેંચવાની રજૂઆત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : રશિયા યુક્રેન યુદ્ધ: યુએનજીએમાં યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ગણાવતા ઠરાવપસાર, ભારતે અપનાવ્યું આ વલણ.. જાણો વિગતે
