સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે પૈંગોગ સરહદે એપ્રિલ 2020ની સ્થિતિ પુનઃસ્થાપિત કરાશે.
તેમણે સ્પષ્ટતા કરી કે આ વાતચીતથી આપણે કશું ગુમાવ્યું નથી.
ભારત અને ચીન પૈંગોગ લેકના દક્ષિણ અને ઉત્તર વિસ્તારમાં પાછા ખસવાનો નિર્ણય લીધો છે.
પહેલાં ફોરવર્ડ ક્ષેત્રોમાં તહેનાત બંને દેશોની સેના તબક્કાવાર હટશે.
સેના ખસ્યા બાદ 48 કલાકની અંદર બંને દેશો વચ્ચે બેઠક થશે.
હાલ થોડા સમય માટે પેટ્રોલિંગ અટકાવવામાં આવ્યું છે
ચીન પોતાની સેના નોર્થ બેન્કમાં ફિંગર 8ના પૂર્વમાં રાખશે તો ભારતીય સેના ફિંગર 3 પાસે પરમાનેન્ટ બેઝ પર રહેશે. સાઉથ બેન્ક પાસે પણ આવી જ સ્થિતિ રાખવામાં આવશે.
