સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો કરવા માટે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે.
સંરક્ષણ મંત્રાલયે પ્રોજેક્ટ 75-ઈન્ડિયા અંતર્ગત 6 સબમરીનના નિર્માણ માટે મંજૂરી આપી દીધી છે.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળ મળેલી બેઠકમાં આ પ્રોજેક્ટ માટે 50 હજાર કરોડ રુપિયાની મંજૂરી મળી ગઈ છે.
હાલ ભારતીય નૌસેના પાસે 12 જૂની પારંપારિક હુમલાવારી સબમરીન અને 3 નવી કલવરી શ્રેણીની સબમરીન છે.
ઉલ્લેખનીય છે કે દરિયાઈ ક્ષેત્રોમાં પોતાનો પાવર વધારવા માટે ભારતીય નેવીએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. તેના અંતર્ગત 6 વિશાળ સબમરીન બનાવવામાં આવશે જે ડીઝલ-ઈલેક્ટ્રિક બેઝ્ડ હશે. તેની સાઈઝ વર્તમાન સ્કોર્પિયન ક્લાસ સબમરીન કરતા 50 ટકા મોટી હશે.
ભારતીય નેવી દ્વારા સબમરીન માટે જે ડિમાન્ડ રાખવામાં આવી છે તેમાં તે હેવી ડ્યુટી ફાયરપાવરની સુવિધા ઈચ્છે છે.
