ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલ દ્વારા હાલમાં થયેલા ભ્રષ્ટાચાર સંદર્ભે પર્સેપ્શનન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. સંસ્થાએ ભ્રષ્ટાચાર ખતમ કરવાની દિશામાં ઉઠાવેલ પગલાને આધારે દુનિયાના 180 દેશોની રેંકીંગ તૈયાર કર્યું છે.
આ રેંકીંગમાં ભારત 86માં નંબરે આવે છે. તો પાડોશી દેશ ચીન 78માં ક્રમે, પાકિસ્તાન 124માં નંબરે જ્યારે બાંગ્લાદેશ 146માં ક્રમ પર આવે છે.
જોકે આ રેંકીંગમાં ૧૦૦માંથી ૮૮-૮૮ પૉઇન્ટ સાથે ન્યૂઝીલેન્ડ અને ડેન્માર્ક ટોચ પર છે.
ભારતને ૧૦૦માંથી ૪૦, ચીન ૪૨, પાકિસ્તાન ૩૧ અને બંગલા દેશને માત્ર ૨૬ પૉઇન્ટ મળ્યા છે.